Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વિરપોર ચોકડી પર એક્ટિવા પર ટ્રિપલ સવારી જનાર ત્રણ વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસ પેટ્રોલિંગ માં હતી તે સમયે વિરપોર ચોકડી પર ટ્રિપલ સવારી બેસી મો.સા.ઉપર જનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પીએસઆઇ એસ.ડી. પટેલ ની ફરિયાદ અનુસાર તેઓ વાહન ચેકીંગ માં હતા ત્યારે વિરપોર ચોકડી પાસે થી પસાર થતી એક્ટિવા ગાડી નં. GJ - 22 - F - 4038 ની ઉપર ત્રણ સવારીમાં બેસી આવી બિનજરૂરી આટાફેરા મારતા તથા માસ્ક પહેર્યા વગર જાહેરમાંથી મળી આવનાર ત્રણ પૈકી ભદ્રેસ કુમાર નરેશભાઇ વસાવા,મહેન્દ્રભાઇ મનહરભાઇ વસાવા અને ધનજીભાઇ રાયસીંગભાઇ વસાવા, ત્રણેય રહે.રીંગણી તા , નાંદોદ ને ઝડપી લઈ જાહેરનામા ના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે

(10:54 pm IST)