Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રાજપીપળા સ્ટેશન રોડ પર દ્વિચક્રીય વાહન ઉપર બે થી વધુ માણસો બેસાડી જતા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા પોલીસે સ્ટેશન રોડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમ્યાન મો.સા. ઉપર બે થી વધુ માણસો બેસાડી જનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પીએસઆઇ પી.એમ. પરમાર એ વાહન ચેકીંગ દરમિયાન રાજપીપળા ના સ્ટેશન રોડ પરથી દ્વિચક્રીય પર બે થી વધુ માણસો બેસાડી જતા ચાલક કિરણભાઇ ગોપાલભાઇ તડવી (રહે - લાછરસ તા - નાંદોદ) ને ઝડપી લઈ જાહેરનામા ના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:50 pm IST)