Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ગુજરાત સ્થાપના દિનના પાવન અવસરે રાજ્યના પ્રજાજનોને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ

ગાંધીનગર :૧લી મે, ગુજરાતના સ્થાપના દિનના પાવન અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના તમામ પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
રાજ્યપાલએ તેમના શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે ગુજરાતના ઉદ્યોગ સાહસિક અને ખમીરવંતા પ્રજાજનોના અપ્રતિમ પુરૂષાર્થ અને રાજ્યની વણથંભી વિકાસ યાત્રાથી દેશ અને વિશ્વભરમાં ગુજરાતે પોતાનું એક વિશિષ્ઠ સ્થાન અંકિત કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગરવા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં પોતાનું મૂલ્યવાન યોગદાન અવિરત આપતા રહેશે અને ગુજરાતને વિકાસની નવી ક્ષિતિજો સર કરવામાં તેમની પ્રતિબદ્ધતા દોહરાવશે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સંકટમાંથી મુક્તિ માટે સૌ નાગરિકો "સ્વસ્થ ગુજરાત, સુરક્ષિત ગુજરાત"ના નિર્માણમાં સહયોગી બની સરકારના નિર્દેશોનું પાલન કરે અને સાવચેતી દાખવે

(7:56 pm IST)