Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સુરત:મહિધરપુરા હીરા બજારમાં 50 ટકા સ્ટાફ સાથે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી

સુરત: શહેરના મહિધરપુરા હીરા બજારમાં ટ્રેડિંગ ભલે બંધ રાખવામાં આવે. પરંતુ ઓફિસો ચાલુ રાખવા દેવામાં આવે એવી રજૂઆત બાદ 50 ટકા સ્ટાફ સાથે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે તેના માટે પોલીસની મંજૂરી લેવાની રહેશે.

મહિધરપુરા હીરા બજારમાંની ઓફીસો આજે સવારે પોલીસે બંધ કરાવતા હોબાળો મચ્યો હતો. આ બાબતે સુરત બ્રોકર ડાયમંડ એસો.ની મધ્યસ્થીમાં પોલીસને રજૂઆત થઇ હતી. હીરા બજારમાં બધા ટોળે વળે છે, તેથી નીચે કોઈએ ઉતરવાનું નથી અને ટ્રેડિંગ કરવાનું નથી. હીરા દલાલો હીરા લે-વેચ માટે બજારમાં આવી શકશે નહીં, એમ પ્રમુખ નંદલાલ નાકરાણીએ જણાવ્યું હતું.

ઓફિસો એસોટગના અને એક્સપોર્ટના કામકાજ માટે જ ૫૦ ટકા સ્ટાફ સાથે ખોલવાની રહેશે. જે સ્ટાફ કામ માટે આવે છે તેમની યાદી નજીકની પોલીસ ચોકીમાં આપીને મંજુરી મેળવવાની રહેશે. એક વખત ઓફિસમાં આવ્યા પછી વારંવાર બહાર જવાનું રહેશે નહીં.

(5:37 pm IST)