Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમદાવાદના બાપુનગરમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી ભેજાબાજ લાખો રૂપિયા પડાવી છુમંતર થઇ જતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના બાપુનગરમાં એકના ડબલ કરવાની લાલચ ભારે પડી છે અને રોકાણ કરેલેી લાખો રૃપિયાની રકમ ચાંઉ કરીને કંપનીનીના ડાયરેક્ટર નાસી ગયો છે. મામલે કંપનીના ડાયરેક્ટર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

બાપુનગર ખાતે આવેલી મનહરનગર સોસાયટીના વિભાગ-૧માં આવેલી 'સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઇનફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિમિટેડ' કંપનીના ડાયરેક્ટર રાજકુમાર કટિયા૨ે ૬૩ મહિનામાં એકના ડબલ કરવાની લાલચ આપીને અનેક લોકોને ફસાવવાનું શરૃ કર્યું હતું. જેમાં કુબેરનગરના સિતારામસિંહ રાજપુતનો પણ સમાવેશ થાય છે. સિતારામસિંહ તેમજ બીજા એજન્ટો-સભ્યોને વિશ્વાસમાં લઇ તેમણે રોકેલા રૃપિયા તથા પાકતી મુદ્દતે રૃપિયા ઉપરાંત જમીન-મકાન આપવાની લાલચ આપી અત્યારસુધી રોકેલા કુલ રૃપિયા ૧૯.૬૩ લાખ લઇ  કંપની બંધ કરીને આરોપી રાજકુમાર નાસી છુટયો છે.

આમ, રીતે લાખો રૃપિયા લઇ અનેક લોકો સાથે વિશ્વાસઘાત-છેતરપીંડી કરવા બદલ સિતારામ રાજપુતે રાજકુમાર કટીયાર સામે બાપુનગર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણકારોના મતે, એકના ડબલ કે તેના જેવી કોઇપણ લોભામણી સ્કિમમાં નાણા રોકતા અગાઉ તેના વિશે પૂરતી જાણકારી લઇ લેવી જોઇએ. અનેક કિસ્સાઓમાં જીવનભરની મૂડી ગુમાવી દેવાનું છટકુંં પણ પુરવાર થઇ શકે છે.

(5:40 pm IST)