Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

હિંમતનગરના મહેતાપુર વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના ઘર પર પિયરપક્ષનો જીવલેણ હુમલો થતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

હિંમતનગર: તાલુકાના મહેતાપુરા વિસ્તારમાં રહેતી એક પ્રેમલગ્ન કરી પોતાના પરીવાર સાથે રહેતી યુવતીના મકાન પર પોતાના પિયરીયાઓ ધ્વારા હુમલો કરી મકાન તેમજ ગાડીઓને નુકશાન કરી સોનાનો દોરો તથા પેન્ડલ ગુમ થતા યુવતીએ પિતાકાકાભાઈ સહિત પિયરીયાઓ પર હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

મહેતાપુરા વિસ્તારમાં એન.જી. સર્કલ નજીક શાંતિ ઉપવનનમાં રહેતા કોમલબેન મનોજભાઈ પંચાલએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેણીએ નવ માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં. અને જેને લઈને તેમના પિયરીયાઓ તેનાથી નારાજ હતાં. જેને લઈને તેમને અવારનવાર હેરાન પરેશાન કરતા હતાં. જેથી અગાઉ પણ પોલીસને જાણ કરી હતી. અને તેમના જામીન પણ લેવડાવ્યા હતાં.

પરંતુ તા.૨૭ એપ્રિલના રોજ સાંજના વાગ્યાના સુમારે પોતાના ઘરે હતાં તે દરમિયાન કોમલબેનના કાકા ચંદ્રજીતસિંહ મદનસિંહ સોલંકીપિતા ગોપાલસિંહ મદનસિંહ સોલંકીમોટી મમ્મી મમતાબેન જીતેન્દ્રસિંહ સોલંકીકાકી પવનબેન ઉર્ફે પ્રિતી ચંદ્રજીતસિંહ સોલંકીએ આવીને કોમલબેનને ગાળો બોલવા લાગ્યા હતા  અને ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરતા કોમલબેને ઘરનો દરવાજો બંધ કરવા જતા તેના ભાઈ નિર્મલસિંહ તથા યશ ઝપાઝપી કરતા કોમલબેનનો સોનાનો પેન્ડલ સાથેનો દોરો તુટીને પડી ગયો હતો. પરંતુ કોમલબેને ઘરનો દરવાજો બંધ કરી દેતા તેમના પરીવારજનો ઉશ્કેરાઈ જઈ તેમની કાર તેમજ મોપેડને લાકડી તેમજ લોખંડની પાઈપ વડે નુકશાન પહોચાડયુ હતું. તેમજ મકાનના બારીના કાચ તેમજ દરવાજાને પણ નુકશાન કરતા ગભરાયેલા કોમલબેને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી ઘટનાની તપાસ કરી કોમલબેન પંચાલની ફરીયાદને આધારે તેમના પિતાકાકાભાઈ સહિત સાસરીયાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:39 pm IST)