Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોડાસા:શામળાજી પોલીસે પરપ્રાંતમાંથી રાજ્યમાં ઘુસાડવામાં આવી રહેલ કેફી દ્રવ્યનો 23 કિલોનો જથ્થો ઝડપી ટેમ્પો ટ્રાવેલર સહીત ચાલકની ધરપકડ કરી

મોડાસા:પરપ્રાંતમાંથી રાજયમાં ઘુસાડવામાં આવી રહેલો કેફી દ્રવ્ય ચરસનો ૨૩.૯૦૦ કી.ગ્રા. જથ્થો અરવલ્લી જિલ્લા એસઓજી અને શામળાજી પોલીસે ઝડપી લીધો હતો.અને પોલીસે કિં.રૂ.૩૫,૮૬,૦૫૦ ની કિંમતનો ચરસનો જથ્થો અને ટેમ્પો ટ્રાવેલર ગાડી સહિત તેના ચાલકને ઝડપી હવાલાતે કરી દીધો હતો.  પોલીસે બે આરોપી વિરૂધ્ધ નારકોટીક્સ એકટ હેઠળ ગુનો નોંધી કુલ રૂ.૪૫,૯૬,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

રાજસ્થાન,હરીયાણાથી મોટાપ્રમાણમાં સમયાંતરે વિદેશી દારૂથી માંડી કેફી દ્વવ્યો અને લુપ્ત થતી પ્રજાતિના અવશેષોની મોટાપ્રમાણમાં ઘુસણખોરી રાજયની રતનપુર બોર્ડરેથી થતી હોય છે. આવી ગેરકાયદેસર હેરાફેરીને કેટલીકવાર જિલ્લા પોલીસ બાતમીના આધારે અટકાવતી મુદ્દામાલ ઝડપી લેતી હોય છે.જયારે કેટલીક વાર મોટો જથ્થો પોલીસની રહેમ નજર કે જાણ બહાર રાજયમાં ઘુસાડવામાં આવતો હોય છે. અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ ઈન્સ્પેકટર જે.પી.ભરવાડશામળાજી પોસઈ .આર.પટેલ સહિતની ટીમો દ્વારા ગત બુધવારની રાત્રે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.દરમિયાન બોર્ડરેથી ચરસનો મોટો જથ્થો ગાડીમાં છુપાવી ઘુસાડાઈ રહયો હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી. બાતમી બાદ તુરંત બંને ટીમો દ્વારા બોર્ડર ચેકપોસ્ટે નાકાબંધી ગોઠવી દેવાઈ હતી. દરમ્યાન રાજસ્થાન તરફ આવી રહેલી  સફેદ કલરની   ટ્રાવેલર ગાડીને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું.અને પોલીસે ઝીણવટભરી તપાસના અંતે ટેમ્પો ટ્રાવેલર  ગાડીની પાછલી સીટના ઉપરના ભાગે બનાવાયેલા ગુપ્તખાનામાં જુના કપડાની પાછળના ભાગે પ્લાસ્ટીક ટેપથી ચીપકાવેલા ચરસ ના ૨૪ નંગ નો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો હતો.

(5:39 pm IST)