Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ગાંધીનગરના વાવોલમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી વિદેશી દારૂ-બિયરનું વેચાણ કરનાર શખ્સને ઝડપી પાડયો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સે- પોલીસે બાતમીના આધારે વાવોલમાં દરોડો પાડીને છાપરામાંથી વિદેશી દારૃ અને બિયરનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડયો હતો. તેની પાસેથી ૧૧ બિયર અને નવ દારૃની બોટલ કબ્જે કરવામાં આવી હતી. ગોઝારીયા ચાર રસ્તા પાસેથી દરબાર નામના શખ્સે દારૃ આપ્યો હોવાનું ખુલતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૃ કરી છે.   

હાલમાં જિલ્લામાં મીની લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ ઉપર પોલીસ ધ્યાન રાખી રહી છે. સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વાવોલમાં ક-માર્ગ ઉપર બેકરીની સામે આવેલા છાપરામાં રહેતો શખ્સ દારૃ અને બિયરનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને યુવરાજસિંહ બાપાલાલ વાઘેલા મુળ રહે.ધનાડા, ધંધુકાને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી વિદેશી દારૃની નવ બોટલ જયારે ૧૧ બિયરના ટીન કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે આઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને આ વિદેશી દારૃ કયાંથી લાવ્યો હતો તે સંદર્ભે પુછતાં ગોઝારીયા ચાર રસ્તા પાસે દરબાર નામના શખ્સે આપ્યો હોવાનું કહેતાં પોલીસે તેની સામે પણ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી હતી. 

(5:38 pm IST)