Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વડોદરા: નોકરી ન મળવાના કારણોસર એન્જીનીયર યુવકે પુલપરથી નદીમાં ઝંપલાવ્યું

વડોદરાઃ શહેરના એક એન્જિનિયર યુવકને રોજગાર નહીં મળતાં પિતાની કાર લઇ મહીસાગર પર પહોંચ્યા બાદ કૂદવાનો પ્રયાસ કરતાં પોલીસે બચાવી લીધો હતો.

     મહીસાગર બ્રિજ પરથી આપઘાત કરવા નીકળેલી ખંભાતની એક મહિલાને બે દિવસ પહેલાં નંદેસરી પોલીસે બચાવી લીધી હતી. નંદેસરી પોલીસની એક ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને તેના કારણે પોલીસે વધુ એક યુવકને બચાવી લીધો છે.

     ન્યુ વીઆઇપી રોડ પર રહેતો જય નામનો યુવક વર્ષ પહેલા બી..મિકેનિકલ થયો હતો. ત્યારબાદ તેને યોગ્ય કામ નહિ મળતું  હોવાથી તે નાસીપાસ થયો હતો. યુવક પિતાની કાર લઇ ફાજલપુર ખાતે મહીસાગર બ્રિજ પર પહોંચ્યો હતો.તે નદીમાં આપઘાત કરવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસ આવી ગઇ હતી અને તેને અટકાવ્યો હતો.પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોને સોંપ્યો હતો.

(5:11 pm IST)