Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વિરમગામ તાલુકાના વડગાસ ગામે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જામતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

વિરમગામ:તાલુકાના વડગાસ ગામે ગ્રામ પંચાયત દ્વારા રોડ રસ્તા સ્ટ્રીટલાઇટ પીવાનું પાણી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે વડગાસ ગામે અનુ. જાતિ વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીની સમસ્યા બાબતે દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં લેખિતમાં રજૂઆત કરવામાં આપી છે.

વિરમગામ તાલુકાના વડગાસ ગામે ગ્રામ પંચાયતના પીવાના પાણીના બોરવેલની પાઇપ છેલ્લા એક વર્ષથી ૪થી જગ્યાએ તૂટી ગયેલ છે બાજુમાં ખુલ્લી ગટર આવેલ છે. ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની પાઇપ લાઇનમાં દૂષિત પાણી આવે છે. બાબતે જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરતા દલિત અધિકાર મંચ દ્વારા જવાબદાર અધિકારીને લેખિત રજૂઆત કરીહાલમાં કોરોના જેવી ગંભીર મહામારીમાં ગ્રામજનોનું આરોગ્ય જોખમાય તે માટે પીવાના પાણીની લીકેજ લાઇન રીપેરીંગ કરવા અને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે જવાબદાર અધિકારીને જરૂરી કાર્યવાહી કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી છે.

(5:07 pm IST)