Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોના મહામારી વચ્ચે દર્દીઓને સમયસર ઓક્સિજન મળે તે માટે અમદાવાદ પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યોઃ ૨૦ કિ.મી.નું અંતર ૧૫ મિનીટમાં કપાશે

અમદાવાદ: સમગ્ર રાજ્ય કોરોનાને કારણે ઓક્સિજનની અછતની સામે ઝઝૂમી રહ્યો છે. હોસ્પિટલોમાં સતત ઓક્સિજનની અછત સામે આવી રહી છે. આવામાં અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. અમદાવાદની ગ્રામ્ય પોલીસની કોરોનામાં ઉત્તમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. અમદાવાદ પીલોસની ગાડીએ પેશન્ટ સુધી ઓક્સિજન પહોંચાડવા ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ઓક્સિજન ભરેલી ગાડી ચાંગોદરથી વસ્ત્રાપુર પહોંચાડી હતી. 38 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતા ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. 20 કિલોમીટરનું અંતર માત્ર 15 મિનિટમાં પૂરું કરી ઓક્સિજન પહોંચાડવા પોલીસ મદદરૂપ બની હતી.

અમદાવાદની ચાંગોદર પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાંગોદર પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના તમામ લોકો વખાણ કરી રહ્યાં છે. પોલીસ દ્વારા વસ્ત્રાપુર ડીએચસી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત થવા પર ઓક્સિજન સપ્લાય માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો.

પોલીસ દ્વારા બનાવવામાં આવેલ ગ્રીન કોરિડોરને કારણે ઓક્સિજન સપ્લાય કરવા માટે 20 કિલોમીટરનું અંતર માત્ર 15 મિનિટમાં કપાઈ ગયું હતુ. જેને કારણે 38 દર્દીઓનો જીવ બચી ગયો હતો.

(4:26 pm IST)