Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીની પીએચડીની સિદ્ધિ બદલ અભિનંદન આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૩૦ : ગુજરાત રાજયના મુખ્યમંત્રી કાર્યાલયમાં મીડિયા કન્સલટન્ટ તરીકે કાર્યરત પાર્થ પટેલની પીએચડીની સિદ્ધિ બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી રાજકીય પક્ષોની કમ્યુનિકેશન સ્ટ્રેટેજી વિષય ઉપર પાર્થ દ્વારા મહા શોધ નિબંધ તૈયાર કરાયો હતો. જેને ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી હતી.

(4:20 pm IST)