Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

આવતીકાલથી ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરના ભાઈ - બહેનો માટે વેક્સીનેશનનો પ્રારંભ થશે : પ્રથમ તબક્કામાં ૧૦ જીલ્લામાં વેક્સીન આપવામાં આવશે : વિજયભાઈની જાહેરાત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ગુજરાત આવતીકાલથી ૧૮ થી ૪૪ વર્ષના ભાઈ - બહેનો માટે વેક્સીનેશનનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી એ ૧લી મેથી વેક્સીનેશન માટે કરેલા આહવાન મુજબ ગુજરાત આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર અને ભરૂચ જીલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ભાઈ - બહેનો માટે વેક્સીનેશન આપવાનું શરૂ કરી દેશે. દેશમાં ગુજરાત આવું પ્રથમ રાજય બનશે. વિજયભાઈએ જણાવ્યુ હતું કે જેમણે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવ્યુ હશે તેમને એસએમએસ મળશે કે કઈ તારીખે કયાં તેમણે વેક્સીન અપાવવા જવાનું છે. એસએમએસ જેમને મળે એ લોકોને જ વેક્સીન અપાશે. આ મહિનામાં ૧૦ લાખ લોકોને વેક્સીન આપવાનો અંદાજ છે.

(3:17 pm IST)