Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સફળતા:નાનાપોંઢા પોલીસે 13 કિલો ગાંજા સાથે બે લોકોને ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ નાનાપોંઢા પીએસઆઇ આર. જે.ગામીત કોન્સ્ટેબલ સંજયસિંહ, સંદીપભાઇ, સાથે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં ગાંજાના રેકેટને તોડવામાં પોલીસને સતત સફળતા મળી રહી છે. વલસાડમાં ગાંજાના બે મોટા કેસ બાદ નાનાપોંઢા પોલીસે પણ ગાંજાનો મોટો કેસ કર્યો છે. જેમાં તેમણે કોવિડ 19ની ગાઇડ લાઇન માટે હાથ ધરેલા વાહન ચેકિંગમાં 13 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે.  વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ નાનાપોંઢા પીએસઆઇ આર.જે. ગામિત કોન્સ્ટેબલ સંજયસિંહ, સંદીપભાઇ, સાથે વાહન ચેકિંગ હાથ ધર્યું હતુ.

 આ દરમિયાન તેમણે એક બાઇક નં. જીજે-15-ડીકે-1149 ને અટકાવી તેના પર સવાર વાપીના જીતેશ ઉખા ચોર્યા અને મહારાષ્ટ્રની નીલાબેન થાનસીંગ ગુજ્જરની પુછતાછ હાથ ધરી હતી. આ બંને પર તેમને શંકા જતાં તેમણે તેમની વધુ તપાસ કરતા નીલાબેન પાસેથી તેમને એક થેલીમાંથી 13 કિલો ગાંજો રૂ. 1.33 લાખની મત્તાનો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ નાર્કોટીક્સ ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો

(2:04 pm IST)