Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રાત્રિ કફર્યૂમાં લગ્ન પ્રસંગ ભારે પડયોઃ આમંત્રણ વગરના 'મહેમાન' વરરાજાનું 'તેડું' કરી ગયા

નવસારીમાં વીજલપોરમાં રાત્રિ કફર્યૂમાં યોજાઈ રહ્યો હતો લગ્ન પ્રસંગનો જમણવાર જોકે પોલીસ આવતા થઈ જોવા જેવી

નવસારી, તા.૩૦: રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ બહાર પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૯ શહેરોમાં દિવસે પણ અનેક પ્રતિબંધ છે. આ શહેરોમાં નવસારીનો સમાવેશ પણ થાય છે. જોકે, પોલીસ અને સરકારની વારંવારની સૂચનાઓ છતાં લોકો જાણે કે સુધરવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

દરમિયાન ગઈકાલે રાત્રે વીજલપોરમાં યોજાઈ રહેલા એક લગ્ન પ્રસંગમાં પોલીસ વગર આમંત્રણે મહેમાન બની ત્રાટકી હતી

 નવસારી જિલ્લાના વિજલપોરીના આકારપાર્ક ખાતે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં રાત્રિના કર્ફ્યૂના સમયે પણ જમણવાર યોજાઈ રહ્યો હોવાની જાણ થતા જ પોલીસનો કાફલો મહેમાન બનીને ત્રાટકયો હતો. રાત્રિ કર્ફ્યૂમાં પ્રસંગો ન યોજવાની મનાઈ હોવા છતાં યોજાઈ રહેલા આ લગ્ન મહોત્સવમાં પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી હતી.

 રાજયના પોલીસ વડાએ આ અંગે મનાઈ કરી હોવા છતાં લોકોએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી તેવામાં પોલીસે આ જમણવારમાં ત્રાટકી અને પહેલાં વીડિયોગ્રાફી કરી હતી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વરરાજની અટકાયત કરી હતી. જોકે, ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાં પણ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.

 ઉલ્લેખનીય છે કે હજુ પણ સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અને દિવસના પ્રતિબંદ્યો યથાવત છે ત્યારે લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં ટોળા એકઠાં કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્ત્।ી સમાન છે. પોલીસની વારંવારની ચેતવણી છતાં લોકો આ પ્રકારે પ્રસંગો કરતાં હોવાથી આખરે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડે છે.

(12:01 pm IST)