Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મારૂ ગામ, કોરોનામુકત ગામ : કાલથી અભિયાન

સમુહ ભેગો કરવાની સૂચના અને સોશ્યલ ડીન્ટન્સ જાળવવાની સલાહ

રાજકોટ,તા. ૩૦: રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની જનજાગૃતિ માટે  આવતીકાલે તા.૧મે રાજ્યના સ્થાપના દિનથી ૧૫ દિવસ માટે મારૂ ગામ, કોરોનામુકત ગામ અભિયાન શરૂ કરવાનું જાહેર કરાયું છે. આ અંગે પંચાયત વિભાગ દ્વારા માર્ગદર્શક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્યપાલ મુખ્યમંત્રી અને પંચાયત મંત્રી તા. ૧ના સવારે ૧૦ વાગ્યે ઉદ્બોધન કરશે. કાર્યક્રમનું બાયસેગ, ઇ ગ્રામ પવન ચેનલ તથા જી-સ્વપ્ન દ્વારા પ્રસારણ કરવામાં આવશે. ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ, પંચાયતની સમિતિના અધ્યક્ષ અને તલાટી, તાલુકા પંચાયત કચેરીમાં પંચાયત કચેરીએ ડે.ડી.ડી.ઓ અને કલેકટર અને કલેકટર કચેરીએ પ્રભારી મંત્રી કલેકટર, ડી.ડી.ઓ., જિલ્લા પંચાયત પ્રમુખ, પંચાયતની સમિતિઓના અધ્યક્ષો વગેરે હાજર રહે તેવી વ્યવસ્થા કરવી. કોવિડ પ્રોટોકલ પાલન કરવું.

 

(10:25 am IST)