Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

માસ્ક અને થુકવામાં 86,000 દંડ : 5358 વાહનો જપ્ત કરાયા : 19215 લોકોની ધરપકડ : રાત્રી કરફ્યુ માં 13,020 વાહનો ડિટેન

કોવિડની કામગીરીમાં 56 હજાર પોલીસ, 90 જેટલી એસઆરપી કમ્પની પણ બંદોબસ્તમાં જોડાયા :જનતાને સહકાર આપવા રાજ્ય પોલીસ વડાની અપીલ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં 29 શહેર જિલ્લામાં રાત્રી કરફ્યુ અને આવશ્યક સેવા સિવાય સહિત તમામ વસ્તુ બંધ રાખવા પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત યથાવત છે. જે લોકો જાહેરનામાનો ભંગ કરશે તો 188 પ્રમાણે કાર્યવાહી કરશે

કોવિડ 19 ને હરાવવા રાજ્ય પોલીસ વડાએ લોકોને સરકારની એસઓપી પ્રમાણે કામ કરી કોરોનાને હરાવવા અપીલ કરી હતી. માસ્ક ન પહેરનાર, જાહેરનામા ભંગ કરનાર લોકો સહિત લગ્ન માં નિયમો તોડનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

કોવિડ 19 સનક્રમનને અટકાવવા પોલીસ સક્રિય રહી છે. ગુજરાત રાજ્યના 29 શહેરમાં મીની લોક ડાઉન અને રાત્રી 8 થી સવારના 6 સુધીના કરફ્યુ અમલ માટે પોલીસ સજ્જ છે. નિયમો તોડનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા આદેશ કર્યા હતા. આ અંગે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે પણ કાર્યવાહી થઇ રહી છે. ગઈ કાલે જાહેરનામા 20,491 ગુના, માસ્ક નહિ પહેરવા અને થુંકવા બાબતે 10, 734 દંડ વસુલાયો હતો.

રાત્રી કરફ્યુ માં 13,020 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. જોકે હવે વાહનો પોલીસ સ્ટેશનથી જ મુક્ત કરવામાં આવે છે તેના માટે આરટીઓ જવાની જરૂર પડતી નથી. પોલીસ સ્ટેશનથી રૂ. 500 ટુ વહીલર અને રૂ. 1000 દંડ ભરી બીજા દિવસે વાહન મુક્ત કરવામાં આવે છે .

એક અઠવાડિયામાંમાસ્ક અને થુકવામાં 86,000 દંડ, 5358 વાહનો જપ્ત કરાયા, 19215 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સરકારની એસઓપી નો અમલ લોકોએ કરવાનો રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં રેમદેસીવીરના કાળા બજાર બાબતે 32 ગુના નોંધાયા છે. પોલીસ ડોક્ટરો સાથે પણ સંકલન પણ કર્યું છે અને કરશે. રાજ્યની કોવિડની કામગીરીમાં 56 હજાર પોલીસ, 90 જેટલી એસઆરપી કમ્પની પણ બંદોબસ્તમાં જોડાઈ છે.

રાજ્યની આઈ બી અને સાઇબર સેલની બાજ નજર છે. અફવા ફેલાવતા ખોટા મેસેજો પાસ કરવા નહિ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે લગ્નમાં 964 જગ્યા પર પોલીસે ચેકિંગ કરાયાં છે તેમાં માસ્ક ન પહેરનાર 62 લોકો પર કેસો કર્યા હતા. બીજા અન્ય ગાઈડ લાઈન મુજબ 10 ગુના દાખલ કરાયા હતા. અત્યાર સુધીમાં લગ્ન બાબતમાં જાહેરનામા ભંગ અંગે 232 ગુના દાખલ કરી 334 આરોપીની ધરપકડ કરાઈ છે.

(10:41 pm IST)