Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વડોદરામાં કોરોના મૃતકનું ૬૦૦ ગ્રામનું ચાંદીનું કડું ચોરાયું

સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરની ઘટના : મારી પાસેથી જેટલા રૂપિયા જોઇએ લઇ લો પરંતુ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો : મૃતકનો પુત્ર

વડોદરા, તા. ૨૯ : શહેરનાં સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીનાં મોત બાદ હાથમાં રહેલું ૬૦૦ ગ્રામનું કડુ ગાયબ થઇ ગયું હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીનાં પુત્રના જણાવ્યું કે, મારી પાસેથી જેટલા રૂપિયાજોઇએ લઇ લો પરંતુ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો. આ તેમની અંતિમ નિશાની છે.

જેમ જેમ કોરોના વાયરસ ગુજરાતમાં ફેલાતો જઇ રહ્યો છે તેમ તેમ સ્થિતી વધારેને વધારે વિકટ બનતી જાય છે. સમગ્ર દેશ આજે કોરોના સામે જંગ લડી રહ્યું છે. લોકો પોતાનાં સ્વજનોને પણ ગુમાવી રહ્યા છે, ક્યાંક લોકોને દાખલ થવા માટે હોસ્પિટલ નથી મળી રહી. ક્યાંક લોકોને દાખલ થવા માટે હોસ્પિટલો નથી મળી રહી. ત્યાં જ ઘરમાં જ દમ તોડી દે છે ત્યારે આજે વડોદરામાં આવેલી સરકાર માન્ય સમરસ કોવિડ સેન્ટરમાં ચોરીનાં બનાવો બનતા રહે છે.

વડોદરા શહેરનાં ૫૦ વર્ષીય રાહુલ રવિશંકર દુબેનો રિપોર્ટ ૩ દિવસ પહેલા જ પોઝિટિવ આવતા સમરસ ખાતે દાખલ થયા હતા. સવારે અચાનક હોસ્પિટલમાંથી પરિવારને કોલ આવ્યો કે, તેમનું મૃત્યું થયું છે. મૃતદેહ લઇ જાઓ. જ્યારે પરિવાર ત્યાં પહોંચ્યો તો રાહુલ દુબેના હાથમાંથી ચાંદીનું ૬૦૦ ગ્રામનું કડુ ગાયબ થઇ ગયું હતું. પરિવાર પાસે પુરાવા રૂપે ફોટા અને વીડિયો પણ છે.

આ ફોટા અને વીડિયોમાં કડું દેખાય છે. અંતે પરિવાર દ્વારા ૧૦૦ નંબર પર જાણ કરીને પોલીસ બોલાવીને ફરિયાદ નોંધાવીને સ્ટાફ પર કડક પગલા લે તેવી માંગ કરી હતી. મૃતકનાં પરિવારના અનુસાર ૪ વાગ્યે ફુવાનું મૃત્યું થયું હતું. જેથી હોસ્પિટલમાંથી જાણ કરાતા ૬૦૦ ગ્રામનું કડું તેમનાં હાથમાંથી ગાયબ છે. તેમનાં હાથમાં વાગેલું છે. આ અંગે અમે ડોક્ટરોને જાણ કરી છે.

(9:54 pm IST)