Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

અમદાવાદના પીરાણામાં 85 એકરમાં પથરાયેલ કચરાને છૂટો પાડીને નિકાલ કરવા મશીન લવાયું

મશીનથી કચરાને છૂટો પાડીને પ્રોસેસ કરીને બળતર તરીકે ઉપયોગ કરી શકાશે

અમદાવાદમા પીરાણાના કચરાને છુટો પાડી તેનો નીકાલ કરવા માટે ખાસ મશીન લવાયું છે મશીનથી કચરાને છુટો પાડી પ્રોસેસ કરી બળતણ તરીકે ઉપયોગ કરી શકાશે. 85 એકરમાં પથરાયેલો કચરાનો ઢગલો હવે ભૂતકાળ બનશે 

 અમદાવાદમાં પીરાણાની ડંપીગ સાઇટમાં કચરો છુટ્ટો પાડવા માટે એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવશે. મશીનથી કચરાનો ઢગલો નહી થાય. કચરાને છુટ્ટો પાડી બળતણ તરીકે ઉપયોગ કરી શકાશે. કપડા, નારીયેળનાં છોતરા જેવો કચરામાંથી રેતી, માટીના પત્થરને અલગ કરવામાં આવશે. અલગ કરેલા માટી અને પત્થરોને જમીનનું પુરાણ કરવા અને રોડ નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવશે.

(12:13 am IST)