Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ :અમિતભાઇ શાહ સામે ટિપ્પણી મામલે ભાજપના કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી

અભદ્ર ભાષા અને અમિતભાઈને ખોટી રીતે આરોપી બનાવ્યાનો આરોપ

અમદાવાદમાં રાહુલ ગાંધીની સામે બદનક્ષીની વધુ એક ફરિયાદ કરાઈ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સામે ટિપ્પણી કરવા મામલે ફરિયાદ કરાઈ છે.જેમાં ફરિયાદીએ દાવો કર્યો છે કે 23મી એપ્રિલે જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

  ખાડીયાના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા મેટ્રોકોર્ટમાં ફરિયાદ કરાઈ છે તેમણે દાવો કર્યો કે જે કેસમાં અમિત શાહને ખોટી રીતે આરોપી બનાવ્યા હતા અને સીબીઆઈએ તેમને ક્લિનચીટ આપી હતી. તેમ છતા રાહુલ ગાંધીએ તેમની સામે વિવાદીત ટીપ્પણી કરી છે. આ કેસમાં રાહુલ ગાંધી સામે કાઢવા કે નહીં તે બાબતે બુધવારે સુનાવણી થશે

(11:59 pm IST)