Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

અમદાવાદ આરટીઓ આકરાપાણીએ : 467 વાહન ચાલકોના ત્રણ મહિના માટે લાયસન્સ રદ કરી દિધા

ત્રણ મહિનામાં ફરી નિયમનો ભંગ કરશે તો તેનુ લાયસન્સ 6 મહિના માટે રદ કરાશે

અમદાવાદમાં વાહન ચાલકો ટ્રાફિક  નિયમની ઐસીતૈસી કરનાર સામે આરટીઓ આકરાપાણીએ છે  આરટીઓ અને ટ્રાફિકના નિયમ ભંગ કરનાર ત્રીસરી આંખમાં ઝડપાઈ  જાય છે, ઈ મેમો આપવામાં આવે છે. જો કે અત્યાર સુધીમાં લાખો વાહન ચાલકોને ઈ મેમો મળ્યો છે. જેમાંથી કેટલાક વાહન ચાલકો ઈ મેમો પણ ભરતા નથી. ઈ મેમો ન ભરનારને પાંચ વખત રિમાઈન્ડ બાદ ઈ-મેમો ન ભરનારનું ટ્રાફિક પોલીસ દ્વારા લીસ્ટ તૈયાર કરીને આરટીઓને યોગ્ય કાર્યવાહી કરવા અપાઈ છે .

   આરટીઓએ અત્યાર સુધીમાં 467 વાહન ચાલકોના ત્રણ મહિના માટે લાયસન્સ રદ કરી દિધા છે, ત્યારે અમદાવાદ આરટીઓ એસ. પી. મુનિયાએ જણાવ્યુ હતુ કે જે વાહન ચાલકના લાયસન્સ રદ થયા છે, અને ત્રણ મહિનામાં ફરી નિયમનો ભંગ કરશે તો તેનુ લાયસન્સ 6 મહિના માટે રદ કરાશે. વાહન ચાલકો તો નિયમનો ભંગ કરે છે પરંતુ, મોટા અને ભારે વાહનોના માલિકો પણ રોડ સેફટી એકટના નિયમનો ભંગ કરે છે. જેના સામે પણ આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલમાં અમદાવાદના બોર્ડર બગોદરા, અસલાલી, સાણંદ ટોલ પ્લાઝા પરથી આવતા વાહનોનુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે, અને પરમિટ પુરી થઈ ગઈ હોય, વાહનોનો ટ્રેકસ ન ભર્યો હોય અથવા તો રેડિયમ પટ્ટી લગાવી ન હોય તેવા વાહનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવ્યો છે. જોકે, એક દિવસમાં બેથી અઢી લાખ રૂપિયા દંડ વસુલ કરાયો છે

 

(4:36 pm IST)