Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘાટન પૂર્વે માધવપુરના મેળામાં ભગવાન માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ માધવપુર બીચ પર મેળા અંતર્ગત દરિયાઈ રમતો અને રેતી શિલ્પની પ્રતિકૃતિઓ સહિત માધવપુરની રમણીયતાના દર્શન કર્યા : મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ તેમજ ઉત્તર પૂર્વના મંત્રી અને ગુજરાતના મંત્રીઓ સહભાગી થયા

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૩૦ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ના ઉદ્ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક મંદિરે ભગવાન માધવરાયજી અને ભગવાન ત્રિકમ રાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માધુપુર ઘેડના મેળામાં ભગવાન માધવરાયજીના મંદિરે હજારો ભક્તો દર્શન કરે છે અને આ મંદિરમાં દરિયામાંથી મળેલા હજારો વર્ષ પુરાણા મંદિરમાંથી અહીં પધરાવવામાં આવેલી ભગવાનની પૌરાણિક દિવ્ય મૂર્તિઓ જેમાં ભગવાન માધવરાયજીના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આજે મુખ્યમંત્રી શ્રી એ મેળાના ઉદ્ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના મંત્રીશ્રીઓ સાથે દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રીએ કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજ્જુજી, ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મંત્રી શ્રી તેમજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર , પ્રવાસન વિભાગના સચિવ શ્રી હરિત શુક્લા,ગુજરાત પ્રવાસન નિગમના એમડી શ્રી આલોકકુમાર , કલેકટર શ્રી અશોક શર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી શ્રી એ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત માધવપુર ઘેડના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે દરિયાઈ રમતો ના આયોજનો અને બીચ ની રમણીયતાની સાથે કલાકારો દ્વારા કંડારવામાં આવેલા રેતી શિલ્પોનું પણ નિરીક્ષણ કર્યું હતું.     માધવપુર ઘેડના મેળામાં અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર પૂર્વના કલાકારોનો તેમજ ગુજરાતના  કલાકારોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે કલાકારોને બિરદાવ્યા હતા.

 

(10:01 pm IST)