Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજ્યના વધુ એક રાજકીય નેતા કોરોનાની ચપેટમાં : ઉર્જામંત્રી સૌરભ પટેલનો કોરોના એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ આવ્યો

કાલે વિધાનસભામાં તેમની જગ્યાએ સંભવતઃ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સૌરભભાઈની બદલે પ્રશ્નોના ઉત્તર દેશે : હાલ તેઓ હોમ કોરનટાઇન થયા

ગાંધીનગર - ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલનો કોરોનાનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ કોરનટાઇન થઇ ગયા છે. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે જેનું રીઝલ્ટ આવતીકાલે જાણવા મળશે.

દરમિયાન આવતીકાલે વિધાનસભામાં તેમના વતી સંભવતઃ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ વિધેયક અને બજેટની માગણી પર જવાબ આપશે તેમ જાણવા મળે છે. સૌરભભાઈના નજીકના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તેમણે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો.

(9:51 pm IST)