Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાના સંક્રમણથી બચાવવા વલસાડ રેલવેએ તૈયાર કરાવ્યું પગથી ઓપરેટ થતું વૉશબૅસિન

 

વલસાડઃ કોરોનાને લઈને હાલમાં દરેક લોકોને પોતાના ઘરમાં રહી સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે. સાથે જ્યારે પણ કામ માટે નીકળે ત્યારે દરેક લોકોથી એક મીટરનું અંતર જાળવવા સૂચન કરવામાં આવ્યું છે. સાથે સાથે લોકોને હાથ નહીં મિલાવવા અને નમસ્તે કરવા પણ જણાવવામાં આવ્યું છે. જેથી કરીને એકબીજાને હાથનો સ્પર્શ થતાં સંક્રમણ અટકી શકે. ત્યારે કપરા સમયમાં દરેક લોકોને ઉપયોગી થઇ શકે એવા વૉશબૅસિનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પગથી ઓપરેટ થાય છે. જેથી નળને હાથ લગાવી કોઈ પણ રોગનું સંક્રમણ અટકાવી શકાય.

વલસાડના રેલવે ઇલેક્ટ્રિક લોકશેડમાં સિનિયર સેક્સન એન્જિનિયર સંજયસિંહ દ્વારા કેટલાક હાથવગા સાધનોનો ઉપયોગ કરી એક એવું વૉશબૅસિન બનાવવામાં આવ્યું છે કે, જેમાં હાથ લગાવ્યા વગર પગથી ઓપરેટ કરી તમે હાથ ધોઈ શકો છો. વૉશબૅસિનની નીચે એક એવી સ્વીચ મૂકવામાં આવી છે કે, જેને પગથી દબાવવાથી નળુના પાણીને ચાલુ બંધ કરી શકાય છે. જેથી જો કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેને સંક્રમણ ફેલાય શકે કેટલાક હાથવગા સાધનોના ઉપયોગ વડે નજીવા ખર્ચે આવા વૉશબૅસિનનું નિર્માણ કરવામાં આવ્યું છે, કારણ કે કોરોના જેવી બીમારી સંક્રમિત વ્યક્તિ જ્યારે પણ કોઇ પણ સ્થળે હાથ લગાવે તો તેવા પડે કોઈ તંદુરસ્ત વ્યક્તિ હાથ લગાડે તો તેને પણ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. કારણે દરેક જગ્યા ઉપર સેનિટેશન કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, વલસાડ રેલ્વે સ્ટેશનની મુલાકાતે હાલમાં થોડા દિવસ પૂર્વે આવેલા પશ્ચિમ રેલવેના મેનેજરે ઈલેક્ટ્રીક લોકોશેડની મુલાકાત લીધી હતી અને બનાવવામાં આવેલું વોશબેસિગ નિહાળ્યું હતું. જેની કામગીરીને પણ તેમણે હતી તો હાલના સમયમાં લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ વોશબેસિન જાહેર જનતા માટે ઉપયોગી નીવડી શકે તેવું જણાઈ રહ્યું છે.

(12:52 am IST)