Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સરકાર દ્વારા લોકડાઉન સમયે આર્થિક મદદ અપાશે : ઉતાવળા લોકો ફોર્મ મેળવવા રાજપીપળા પાલીકા કચરી પર દોડ્યા

રાજપીપળા નગર પાલીકા દ્વારા સ્પષ્ટ જણાવાયું હતું કે પાલીકાની ટિમ ઘરે આવશે માટે દસ્તાવેજો હાથવગા રાખવા છતાં રહી જઈસુની લાહીમાં લોકોએ દોટ મૂકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા નાના ધંધાદારીઓને લોકડાઉન સમય દરમીયાન આર્થિક મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાબતની માહિતી સોસીયલ મીડિયા ઉપર ફરતી થતા જાહેરનામું લાગુ હોવા છતાં પાલિકા કચેરી પર આ યોજનામાં લાભ લેવા માટે લોકો બેબાકળા બની દોડી ગયા હતા.જોકે આ બાબતે પાલિકા ટીમ ગામમાં ઘરે ઘરે સર્વે કરશે તેવી માહિતી ફરતી હોવા છતાં લોકોમાં ગેર સમજ ઉભી થઇ અથવા રહી જઈસુ ની ઉતાવળે સહાય મેળવવા ઇચ્છતા લોકો પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા તેમને આખરે પાલીકા કર્મીઓએ સમજાવી પરત મોકલ્યા હતા.
          કેમ કે કોરોનાને લઇ લોકડાઉન ના કારણે સરકારનું જાહેરનામું લાગુ હોય કોઈપણ સરકારી યોજનાઓ માટે ઉતાવડા ન બની કાયદાનો અમલ પ્રજાએ કરવો જોઈએ પરંતુ છતાં બધા લાભ લઈ જશે આપણે રહી જઈશું ની મનોવૃત્તિ ધરાવતા કેટલાક લોકો સોમવારે પાલીકા કચેરી પર આવી ચઢતા આખરે તેમને સમજાવી જાહેરનામા ના કાયદાનો અમલ કરવા અને તેમના ઘરે ટિમ આવશે તેમ સમજાવ્યું હતું.
          આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે જે સરકાર દ્વારા યોજના બહર પાડવામાં આવી છે જે સંદર્ભે પાલિકા ટિમો વોર્ડ વાઇસ પ્લાનિંગ કરી ઘેર ઘેર જશે અને ફોર્મ ભરશે જેને લાગતું હોય કે તે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા યોગ્ય હોય તો તે ફોર્મ ભરી શકે છે ખોટી દોડાદોડ કરવી નહીં,હાલ જાહેરનામું હોય તેનો અમલ કરવા જણાવી અમારા કર્મચારીઓ એ આ લોકોને પરત મોકલી આપ્યા હતા

(7:17 pm IST)