Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉન મદદ : રાજપીપળામાં રખડતા જાનવરોની ભોજન સહિતની સેવા કરતી કરજણ કોલોનીની મહિલા

હાલ અસંખ્ય સંસ્થાઓ,સેવાભાવી લોકો ભુખ્યાને ભોજન આપી માનવતા બતાવે છે તેવામાં શ્વાન,ગાય જેવા રસ્તે રખડતા જાનવરોની મદદે આ મહિલા ખરેખર જીવદયા પ્રેમી કહી શકાય

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હાલ લોકડાઉન હોય કેટલાક મજૂર વર્ગોને મજુરીકામ બંધ થતાં ખાવાના પણ ફાંફા હોય ત્યારે નર્મદા જિલ્લામાં કેટલીક સંસ્થાઓ, સેવાભાવી સમાજ આવા લોકોની પડખે રહી બે ટાઈમ ભોજન પહોંચાડે છે પરંતું માર્ગો ઉપર રખડતા મૂંગા જાનવરો કે જેના માલિકો રસ્તે રઝળતા છોડી મૂકે છે તેમનું આવા સમયે કોણ બેલી આ એક ગંભીર બાબત હોય રાજપીપળા કરજણ કોલોનીમાં રહેતા પલક્બેન દત્તને આ બાબતે વિચાર આવ્યો અને એ પોતે એકલા હાથે મુંગા જાનવરોની સેવામાં લાગી પડ્યા ત્યારે હાલ લોકડાઉન ટાણે પલકબેન એકલા જ રાજપીપળાની ગલીઓ માં ફરતા શ્વાનો, ગાયો,ગધેડા સહિતના જાનવરો ને બે ટાઈમ ભોજન આપવાની સેવા કરી રહ્યા છે.એટલું જ નહીં જો કોઈ જાનવર બીમાર કે ઇજાગ્રસ્ત જણાય તો પણ આ બેન તરત જ એનિમલ હેલ્પલાઈન પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી સારવાર પણ કરાવે છે ત્યારે આવા સમયે મૂંગા જાનવરો માટે આ બેન સાચા અર્થમાં જીવદયા પ્રેમી કહી શકાય

(7:15 pm IST)