Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જાહેરનામા ભંગ : કોરોના વાયરસ લોકડાઉન બાબતે નર્મદા જીલ્લામાં કુલ-૫૩ કેસો, કુલ-૧૪૭ સામે કાર્યવાહી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદામાં પણ હાલ લોકડાઉન ચાલુ હોય જાહેરનામું લાગુ કરાયું હોવા છતાં કેટલાક લોકો કાયદાનો અમલ ન કરી ભંગ કરતા હોય તેવા સામે પોલીસે લાલા આંખ કરી પગલાં લીધા હતા.

       નર્મદા પોલીસ વડા હિમકર સિંહ (IPS)એ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ ના કારણે લોકડાઉન લાગુ કરાયું હોય જનતાની સુરક્ષા માટે જાહેરનામુ પણ બહાર પાડ્યું હોય છતાં જાહેરનામા ભંગ બદલ તથા લોકોમાં જાગૃતતા લાવવા માટે લોકો ઘરે રહી સુરક્ષિત રહે એ માટે અપીલ કરવામાં આવી હોવા છતા કેટલાક વ્યક્તિઓ પોતાની મનમાની કરતા હોય તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા લોકડાઇનની અવગણના કરતા હોય જેથી આવા વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા નર્મદા પોલીસ દ્વારા તા.૨૩ માર્ચ થી આજદિન સુધી જાહેરનામાના ભંગ બદલ કુલ-૫૩ કેસો કરવામાં આવ્યા છે.તેમજ ડ્રોન અને સીસીટીવી ના આધારે પણ કેસો રજીસ્ટર કરી કુલ-૧૪૭ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરાવવા કટીબધ્ધ છે.તેમજ કોરોના વાયરસથી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારના લોકડાઉનને સમર્થન મળી રહે તેના સંપુર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત ખડે પગે રહી હાલ આ કામગીરી માં જોતરાઈ છે.માટે ઘરમાં રહો સુરક્ષિત રહો એ જરૂરી છે.

(7:11 pm IST)