Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નર્મદામાં લોકડાઉનનું કડક પાલન : સુરતથી રાજસ્થાન વતનમાં જતું પરિવાર રાજપીપળામાં લોકડાઉનમાં અટકયું

સુરત ખાતે ભંગારનો ધંધો કરતું આ પરિવાર હાલ ધંધા બંધ હોય ગમે તેમ કરી પોતાના ટેમ્પોમાં રાજપીપળા પહોંચ્યું પરંતુ અહીંયા બે નાના બાળકો સાથે અટવાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના મહામારી થી ફેલાયેલી અંધાધુંધી અને કટોકટી મા કામધંધા અર્થે વતન છોડીને અન્યત્ર વસેલા પરિવારોની હાલ નહિ ઘર ના નહિ ઘટના જેવી હાલત થઈ છે ત્યારે મહાનગરો થી ગામડાઓ તરફ પગપાળા જતા લોકો ના ઉમટેલા ટોળાં ના ફોટા અને વિડીયો હાલ બધેજ જોવા મળે છે.
 ત્યારે આમજ સામુહિક હિજરત પૈકીનુ એક રાજસ્થાની પરિવાર રાજપીપળામા અટવાયેલું જોવા મળ્યુ હતું,ચાર નાના બાળકો અને માતા પિતા સહીત નો પરિવાર છકડા જેવા પોતાના વાહનમા સુરત થી પોતાના વતન રાજસ્થાન જવા તા.29/03/2020 ના રોજ નિકળ્યું તો ખરું પરંતુ રાજપીપળા માં હાલ લોકડાઉન નું કડક પાલન હોય આ પરિવાર માટે આગળ જવાનુ કઠીન બન્યુ,અને હાલ વડીયા જકાતનાકા નજીકના હાઇવે માર્ગ પર પોતાનું વાહન મુકી ને બેઠેલા જણાયુ જેમાં ગોવિંદભાઈ નમના મુખ્ય વ્યક્તિએ તેમની આપવીતી જણાવી હતી.
 સમગ્ર જગ્યા એ લોકડાઉન અમલમાં હોય દરેક જીલ્લા ની ચેકપોસ્ટ કે પ્રવેશ દ્વાર પર કડક પોલીસ પહેરો હોવા છતાં પોતાના વાહન માં આ પરિવાર સુરત થી રાજપીપળા સુધી કેવી રીતે પહોંચ્યું..?શુ રસ્તામાં ક્યાંયે કોઈ એ તેમને અટકાવ્યું નહિ...? જેવા લોકડાઉન અમલ બાબતેના અનેક સવાલો અહીં ઉભા થાય છે ત્યારે જાણે સાચો અમલ નર્મદા પોલીસ દ્વારાજ કરવામાં આવ્યો હોય એમ હાલ રાજપીપળા માં અટકેલા આ પરિવાર ને જોઈ લાગી રહ્યું છે.ત્યારે નર્મદા પોલીસ ખરેખર લોકડાઉનના અમલ માટે ખડે પગે છે એ આપણી સૌની ભલાઈ અને પોલીસની સાચી ફરજ અહીં જોવા મળી હતી.

(7:08 pm IST)