Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વડોદરાના બરાનપુરામા પ્રોવિઝન સ્ટોરની આડમાં સિગરેટ સહીત ગુટકાનું વેચાણ કરનાર વેપારીની પોલીસે ધરપકડ કરી 98હજારથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા:કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા આવશ્યક વસ્તુઓના વેચાણ માટેના એકમો ચાલુ રાખવાનું જાહેરનામું છે તેમ છતાં બરાનપુરા વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં તમાકુ બનાવટની વસ્તુઓ જેવી કે સિગારેટ, ગુટખાનું ઉંચી કિંમતે વેચાણ કરતા વેપારીની પોલીસે ધરપકડ કરી રૃા.૯૮ હજારથી વધુ કિંમતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા કારણ વગર કોઇ વ્યક્તિ બહાર ના નીકળે તે માટે શહેર પોલીસ દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. વાડી પોલીસને બાતમી મળી હતી કે બરાનપુરા વિસ્તારમાં આવેલા તક્ષ કોમ્પ્લેક્સમાં જય અંબે સ્ટોર નામના પ્રોવિઝન સ્ટોરમાં જીવન જરૃરી ચીજવસ્તુઓ ઉપરાંત બીડી, સિગારેટ અને ગુટખા ઉંચી કિંમતે વેપારી વેચે છે. આ બાતમીના આધારે પોલીસે સવારે દુકાનમાં તપાસ કરતા વિવિધ બ્રાંડની સિગારેટો, વિવિધ બ્રાંડના ગુટખા મળી કુલ રૃા.૯૮૯૮૫નો મુદ્દામાલ મળતા કબજે કરાયો હતો.

(5:53 pm IST)