Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વડોદરા:ચાર દરવાજા વિસ્તારની પોળોમાં રહેવાસીઓએ જાતે આખી પોળને સેનિટાઇઝ કરવાનું નક્કી કરી પોલીસ તંત્રની મદદ કરી

વડોદરા:શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના જોખમને ધ્યાનમાં લઈને ફાયર બ્રિગેડ દ્વારા સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યુ છે.

શહેરના ચાર દરવાજા વિસ્તારની પોળોમાં જોકે કેટલીક ગલીઓ એવી છે જ્યાં ફાયર બ્રિગેડના વાહનોને જવામાં મુશ્કેલી પડી શકે છે.આ પ્રકારની સ્થિતિ વચ્ચે શહેરના માંડવી-ચાંપાનેર રોડ પર આવેલી મહેતા પોળના રહેવાસીઓએ જાતે જ આખી પોળને સેનિટાઈઝ કરવાનુ નકકી કર્યુ છે.

મહેતા પોળના રહેવાસીઓ આ માટે હોસ્પિટલમાં વપરાતા સેનિટાઈઝરના મોટા મોટા કારબા લઈ આવ્યા છે.જેની મદદથી દરેક ઘરમાં આવતીકાલે, સોમવારે સાંજે પાંચ થી છ વાગ્યા દરમિયાન સેનિટાઈઝર પહોંચાડીને તમામ ઘરોની એક સાથે સફાઈ કરવામાં આવશે.

(5:52 pm IST)