Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુરતમાં કોરોનાના કારણે શ્રમજવીઓની હિજરત અટકાવવા શિક્ષણ સમીતીદ્વારા શાળાઓમાં ગ્રાહક કેન્દ્ર શરૂ કરવામાં આવી લોકોની મદદ કરાઈ

સુરત: શહેરમાં કોરોનાના કારણે લોક ડાઉનમા શ્રમજીવીઓની હિજરત અટકાવવા શિક્ષણ સમિતિની શાળામાં ગ્રાહક કેન્દ્ર શરૂ કરાયા છે. વતન જતા શ્રમજીવીઓને અટકાવવા આજે સાત સ્કૂલમાં રાહત કેન્દ્રો શરૂ થઈ ગયા છે.

સુરત શહેરમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં શ્રમજીવીઓ કોરોનાને કારણે બેકાર બન્યા છે ત્યારે વતન જવા તેઓ ઉતાવળા થયા છે. સરકાર દ્વારા આ કર્મચારીઓને જે સ્થળોએ હોઈ ત્યાં જ રાખવાનો આદેશ અપાયો છે. જેમાં કારણે શિક્ષણ સમિતિ ની તમામ સ્કૂલ ને રાહત કેન્દ્ર તરીકે તૈયાર રહેવા આદેશ અપાયો છે. આજે પોલીસે શ્રમજીવીઓને પકડીને રાહત છાવણીમાં લાવી રહી છે.

(5:52 pm IST)