Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

માલપુર તાલુકાના જોગીવંતાકંપા જંગલમાંથી ઉતરી આવેલ દીપડાએ વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો

મોડાસા:કોરોના વાઈરસના કહેર વચ્ચે માલપુર તાલુકાના જોગીવંતાકંપા ગામે ગાઢ જંગલમાંથી ઉતરી આવેલ દીપડા એ વાછરડાનું મારણ કરતાં ગ્રામજનો ફફડી ઉઠયા હતા.ડોડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરાતાં વન વિભાગની ટીમ તાબડતોડ ઉતારી દેવાઈ હતી અને દીપડાના પગલા દેખાયા હોવાની પુષ્ટિ થતાં આ લોહી તરસ્યા દીપડાને કેદ કરવા પાંજરૂ ગોઠવાયું હતું.

માલપુર તાલુકાના ડોડીયા ગ્રુપ ગ્રામ પંચાયત હદ વિસ્તારના જોગીવંતાકંપા ગામે ગત શુક્રવારની રાત્રે ગાઢ જંગલમાંથી દીપડો ગામની સીમમાં ઉતરી આવ્યો હતો.ગામના મણીભાઈ ના ઘર બહાર બાંધેલા વાછરડાનું આ ખૂંખાર દીપડાએ મારણ કરતાં જ સૌ ફફડી ઉઠયા હતા.ડોડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નાનાભાઈ ડી.વાળંદે આ બનાવની જાણ માલપુર વન વિભાગને કરી હતી.

દીપડાએ પશુનું મારણ કર્યા ની માહિતી મળતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફીસર ધવલ પટેલ તાબડતોડ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.અને પગલા દીપડાના જ હોવાની ખાત્રી થતાં જંગલ વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવાયું હતું.

(5:47 pm IST)