Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે સગાઈ થઇ ગયેલ યુગલે ઘરેથી ભાગી જઈ હાથે દોરી બાંધી તળાવમાં પડતું મૂક્યું

પરિવારમાં શોકનો માહોલ ખંભાત:તાલુકાના ઉંદેલ ગામે રહેતા નાની વયના યુગલે સગાઈ થઈ ગયા બાદ પરિવારજનો તુરંત જ લગ્ન કરવા સંમંત ના થતાં ઘરેથી ભાગી જઈને તળાવમાં ઝંપલાવી દઈ આપઘાત કરી લેતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉંદેલ ગામના મસ્જીદવાળા ફળિયામાં રહેતા ઈરફાન લાલખાન મલેક (ઉ. વ. ૧૮ અને છ માસ)ની સગાઈ ફળિયામાં જ રહેતી ૧૭ વર્ષીય અફશાનાબાનુ ઈમામખાન મલેક સાથે થઈ હતી. જો કે બન્ને દ્વારા આ વર્ષે જ લગ્ન કરાવી આપવાની માંગણી કરી હતી. બન્નેની ઉંમર નાની હોય પરિવારજનો દ્વારા આવતા વર્ષે લગ્ન કરાવી આપીશું તેમ જણાવ્યું હતુ પરંતુ બન્નેએ જીદ્દ પકડી હતી. અને ગુરૂવારના રોજ બન્ને જણાં ઘરેથી નીકળી ગયા હતા.

(5:47 pm IST)