Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નડિયાદ તાલુકાના બિલોદર સહીત કઠલાલમાં નજીવી બાબતે મારામારીની બે ઘટનામાં પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: તાલુકાના બિલોદરા અને કઠલાલ તાલુકાના છિપડીમાં નજીવી બાબતે મારામારીના બનાવો બન્યાં હતાં. જેમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બંને બનાવો અંગે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના બિલોદરામાં આવેલ કર્મવીરનગર-૫ માં રહેતાં અને મધરકેર સ્કૂલ નડિયાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં રવિભાઈ પ્રવિણભાઈ વાઘેલા ગતરોજ સવારના સમયે પોતાના ઘરની અગાસીમાં ભરાયેલ વરસાદી પાણી કાઢતા હતાં. તે વખતે તેમના ઘરની સામે રહેતાં રાધેશ્યામભાઈ તોમર, તેમનો પુત્ર દેવેન્દ્રભાઈ તોમર અને જમાઈ લલીતપ્રતાપ ઉર્ફે રામુએ ભેગા મળી અમારા ઘર બાજુ પાણી કેમ કાઢો છો કહી ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા તોમર પરિવારના ત્રણેય જણાંએ ભેગા મળી રવિભાઈ વાઘેલા, તેમના ભાઈ વિપુલભાઈ, પિતા પ્રવિણભાઈ અને માતા લીલાબેન પર લાકડાના ડંડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ જાતિવિષય અપશબ્દો બોલી અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(5:45 pm IST)