Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કપડવંજ તાલુકાના નિકોલ તેમજ ચીખલોડમાં માટી ચોરીનું ધમધમતું નેટર્વક: પોલીસે દરોડા પાડી 4 શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા

કપડવંજ:તાલુકાના નિકોલ અને ચિખલોડ ગામે છેલ્લા ઘણા દિવસોથી માટી ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હતુ. જે બાબતે સ્થાનિક પ્રાંત અધિકારી મિશાંત પરીખ ને માહિતી મળતા તેઓએ શનિવારના રોજ બંને સ્થળો પર રેડ કરી હતી. જે દરમ્યાન નિકોલ ગામેથી ૩ ટ્રેક્ટર અને ૧ જેસીબી મશીન ઝડપી પાડી આતરસુંબા પોલીસ સ્ટેશને જમા કરાવ્યા હતા.

જ્યારે ચિખલોડ ગામે રેડ કરતા ૨ ડમ્પર, ૧ જેસીબી મશીન અને ૧ બાઇક સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે સોપવામાં આવ્યા હતા. સમગ્ર મામલે નડિયાદ ખાણ ખનીજ વિભાગને જાણ કરી આગળની તપાસ સોપવામાં આવી છે.

(5:43 pm IST)