Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના વાયરસ અંગે સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવવી ભારે પડી : દિયોદર પોલીસમાં ફરિયાદ

હોમ કવોરેન્ટાઇનની સૂચનાના બીજા જ દિવસે ટિકટોક બનાવી પોતાના વિશે અફવા ફેલાવી

બનાસકાંઠા : જિલ્લાના દિયોદર પંથકના કુવાતા ગામના વિષ્ણુભાઈ વાલાભાઇ પ્રજાપતિ કે જેઓ ગત ૨૩ માર્ચે મોરબીથી તેમના દ્યરે આવ્યા હતા એ સમયે તેમને મીઠી-પાલડીમાં પીએચસીમાં પ્રાથમિક તપાસ બાદ ૧૪ દિવસ હોમ કવોરેન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સૂચના અપાઈ હતી છતાં તા,૨૫જ્રાકહ્ય્ ટિકટોક પર વિડિઓ બનાવી પીએસસીના પેપર પર મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તમારું ધ્યાન રાખજો એવું લખીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને સમાજમાં ભય ફેલાવ્યો હતો રિપોર્ટ કરાવાયા વગર આવો મેસેજ ફેલાવતા તેની સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

(4:01 pm IST)