Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ અને અમદાવાદ ગાદી દ્વારા જંગી રકમ રાહત ફંડમાં

ચેતન રામાણીના વડપણ હેઠળ આજે મુખ્યમંત્રીને ચેક અર્પણ થશે

રાજકોટ, તા.૩૦: શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી તેમજ તે બંને ગાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કરતા રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઇ રામાણી જણાવે છે કે કે કોરોનાની મહામારીથી ચિંતિત ગુજરાત સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સહારે આવી તેમની જવાબદારીનો ભાર હળવો કરવા સ્વામીનારાયણ સંપ્રદાયની બંને મુખ્ય ગાદી તેમજ તેમની શાખાઓ દ્વારા અંદાજીત ૩,૦૦,૦૦૦ની જંગી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે તેમજ અન્ય સંસ્થાના સંપર્કો ચાલુ છે.

વડતાલ મંદિર દ્વારા ૫૦૦ વી.વી.આઇ.પી. રૂમના 'યાત્રિક ભવન'ને કવોરન્ટાઇન વોર્ડમાં ફેરવીને ચાવી સોંપી દેવામાં આવી છે. તેમજ સ્વામીનારાયણ મંદિર દ્વારા બનાવેલ 'મલ્ટી-સ્પેશ્યાલીસ્ટ  હોસ્પીટલ'માં વિના મુલ્યે સારવાર કરવાની જવાબદારી લઇ લીધેલ છે.

તદઉપરાંત આજુબાજુના વિસ્તારોના લગભગ -લગભગ ૫૦૦૦ નિરાધાર લોકોને દૈનિક બપોરે તેમજ સાંજે વડતાલ મંદિરમાં બીરાજતા 'લક્ષ્મીનારાયણ દેવ' ને ધરાવેલ પાકો થાળ જમાડવામાં આવે છે. તેમજ રખડતા પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓને પણ ખીચડી જેવું ભોજન કરવામાં આવે છે જે સ્પષ્ટ રીતે સંપ્રદાયના મુલ્યો તેમજ સાધુ-સંતોના દયાળુ સ્વભાવના દર્શન કરાવે છે.

આજથી અત્યાર સુધીના ૨૦૦ વર્ષના ગાળામાં જયારે જયારે સમાજને અન્ન, વસ્ત્ર, આશ્રય કરીને જરૂર પડી હોય ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય અડીખમ ઉભો જ હોય છે તેમજ વડતાલ-અમદાવાદ ગાદીની નીચે આવતા સર્વ મંદિર, હરીમંદિર, ગુરૂકુળોને તન, મન, ઘનથી સેવા કરવા બંને ટેમ્પલ બોર્ડ એ આહવાન કર્યુ છે.

સ્વામીનારાયણ સંપ્રદાય એ આ સેવાના અવસરને જીલીને કરેલ દાનની યાદી મુજબ શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ-૫૧,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર ગઢડા- ૫૧,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર ભુજ- ૫૧,૦૦૦, શ્રી સ્વામીનારાયણ મંદિર કાલુપુર (અમદાવાદ)-૫૧,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર કુંડળ- ૨પ,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર ગુરૂકુઇ એસ.જી.વી.પી. તેમજ ધર્મજીવનદાસસ્વામી હોસ્પિટલ-૧૧,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર જુનાગઢ-૧૧,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર સરધાર-૧૧,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર કલોલ-૧૧,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર લોયા-૧૧,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર રાણપુર- ૧૧,૦૦,૦૦૦/, શ્રી સ્વામીનારાયણ મંદિર રાજકોટ-૧૧,૦૦,૦૦૦/ શ્રી ચેતનભાઇ રામાણીના અંગત મિત્ર હીમતભાઇ મધુભાઇ પટેલ-૧૧,૦૦,૦૦૦/ શ્રી અરવિંદભાઇ દોમડીયા- ૧૧,૦૦,૦૦૦/ આ ઉપરાંત રકમ સ્વામીનારાયણ મંદિરના બે - બે પ્રતિનીધી સંતો ચેક દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ગાંધીનગર સચીવાલય આજે તા.૩૦ના સોમવારે શ્રી ચેતનભાઇ રામાણીની આગેવાની હેઠળ પહોંચીને મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરશે.

(4:00 pm IST)