Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાના ગુજરાતમાં વધુ સાત કેસ સપાટીએ : સંખ્યા ૭૧ થઇ

આજે ભાવનગરમાં એકના મોત સાથે મોતનો આંકડો વધીને છ : દેશમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ગુજરાતમાં સૌથી વધુ હોવાથી ચિંતા : રાજ્યમાં ૫.૯૦ કરોડ નાગરિકોનું સર્વેલન્સ પરિપૂર્ણ કરાયું છે : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ

અમદાવાદ, તા. ૩૦ : ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા અને મોતના આંકડામાં વધારો થઇરહ્યો છે. આજે નવા કેસની સાથે કેસોની સંખ્યા વધીને ૭૧ પર પહોંચી હતી જ્યારે મોતનો આંકડો પર પહોંચી ચુક્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૨૩ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કેસોની સંખ્યા વધીને ૧૦ પર પહોંચી છે. હાલમાં હોમ ક્વોરનટાઈન હેઠળ ૧૮૭૦૧ લોકો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યના તમામ નાગરિકોને ઘરમાં રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરશે તો ચોક્કસ સંક્રમણ અટકશે તે માટે આપણે સૌએ સંયમ રાખવો અત્યંત અનિવાર્ય છે.

         રાજ્યમાં કોરાના વાયરસની આજની અપડેટ વિગતો મીડિયાને આપતા ડો.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે રાજ્યમા કુલ ૭૧ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં , રાજકોટમાં ૧૦, વડોદરામાં , ગાંધીનગરમાં , ભાવનગરમાં , ગીર સોમનાથમાં અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. તમામ પૈકી ૫૯ દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે. દુર્ભાગ્યવશ કોરાના રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ નાગરિકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા , ભાવનગરમાં અને સુરતમા નાગરિકનુ નિધન થયું છે.

          ડોક્ટર રવિ ઉમેર્યું કે, થેલેસેમિયાના દર્દીઓ તથા કેન્સરના દર્દીઓને સારવાર સહિત બ્લડની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટેલીફોનિક સમિક્ષા મારી સાથે કરીને તેમની પૂરતી તકેદારી  રાખવા પણ જણાવ્યું છે,એટલે થેલેસેમિયાના દર્દીઓને સમયસર બ્લડ સહિતની સારવાર માટે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ સાથે રૂરી સંકલન પણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે  રેડ ક્રોસ દ્વારા ૭૫૬૭૧ ૧૬૬૧૧ એક ટોલ ફ્રી નંબર પણ કાર્યરત કરાયો છે રીતે કેન્સરના દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે પણ ૦૭૯ ૨૨૬૮૮૦૨૮ નંબર પર સંપર્ક કરવા જણાવાયુ છે જેથી યોગ્ય  સારવાર પૂરી પાડી શકાયડો. રવિએ ઉમેર્યું કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ  ૧૨૮૪ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૧૨૭૫નું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૬૯ પોઝિટિવ અને ૧૨૦૬ નેગેટિવ તથા પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની પીપીઈ કિટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પર્યાપ્ત પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે એટલે કોઈએ ગભરાવવાની રૂ નથી.

          રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં દિન પ્રતિદિન ખતરનાક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ગઇકાલથી અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના નવા કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ ૭૧ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૫ાંચ કેસ ભાવનગરમાં, એક કેસ સુરતમાં અને કેસ અમદાવાદ અને એક કેસ રાજકોટમાં નોંધાયો છે. માં નોંધાયો છે. અમદાવાદના ૩૬ વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે. જયારે ભાવનગરમાં ૫ાંચ  પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા હતા. ગુજરાતમાં નોંધાયેલા ૬૯ પોઝિટિવ કેસ પૈકી અત્યારસુધીમાં કુલ લોકોના મોત થયા છે, જેમાં ભાવનગરમાં એક ૪૫ વર્ષીય મહિલાનું કોરોના પોઝિટિવના કારણે મોત નીપજયું હતું. તો, સુરતમાં પણ ૬૭ વર્ષીય વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીબાજુ, રાજયમાં કોરોના પોઝિટિવના બે દર્દીઓ સાજા થતાં એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ગઇકાલે પણ અમદાવાદની એક યુવતી સાજી થતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

          આ અંગે રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવની સારવાર લઇ રહેલા ૬૩ લોકો હોસ્પિટલમાં હતા તેમાંથી બે દર્દી સાજા થઈ ગયા છે. બે લોકો હજી વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૯ દર્દીઓની હાલત સ્ટેબલ છે. ભાવનગરમાં જે ૪૫ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી. રાજયમાં જે ૭૧ કોરોના પોઝિટિવના કેસો છે, તેમાં વિદેશ ટ્રાવેલ ૩૨ લોકો, આંતરરાજ્યમાંથી આવ્યા હતા. જયારે ૩૩ લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના ત્રણથી પાંચ કિમીના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે,

          ગુજરાતમાં કોરોના કેસોભાવનગરમાં એક દિવસમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા છે. જે પાંચ પોઝિટિવ કેસો છે તે દરેક પુરૂ છે જ્યારે જેસરના મોટા ખુંટવડાની ૪૫ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આથી ભાવનગર ગ્રામ્યમાં એકનું મોત અને એક પોઝિટિવ છે.અન્ય ચાર કેસ શહેરના છે. ભાવનગર શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ એક થી બે એરિયાના હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૩૦ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે કેસોની સંખ્યા વધીને ૭૧ થઇ છે.

શહેર

કેસ

અમદાવાદ

૨૩

વડોદરા

૦૯

સુરત

૦૯

રાજકોટ

૧૦

ગાંધીનગર

૦૯

કચ્છ

૦૧

ભાવનગર

૦૬

મહેસાણા

૦૧

ગીરસોમનાથ

૦૨

પોરબંદરમાં

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૭૧

કોરોનાની સ્થિતિ-પગલા....

અમદાવાદ, તા. ૩૦ : ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા અને મોતના આંકડામાં વધારો થઇરહ્યો છે. આજે નવા કેસની સાથે કેસોની સંખ્યા વધીને ૭૧ પર પહોંચી હતી જ્યારે મોતનો આંકડો પર પહોંચી ચુક્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૨૩ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કેસોની સંખ્યા વધીને ૧૦ પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અને લેવાયેલા પગલા નીચે મુજબ છે.

ગુજરાતમાં હાલ ક્વોરનટાઈન હેઠળ લોકો

૧૯૬૧૭

ગુજરાતમાં હોમ ટુ હોમ-સર્વેલન્સ હેઠળ સર્વે

.૯૦ કરોડ

ક્વોરનટાઈન હેઠળ લોકો

૧૮૭૦૧

સરકારી ક્વોરનટાઈન હેઠળ લોકો

૭૪૪

ખાનગી ક્વોરનટાઈન હેઠળ લોકો

૧૭૨

કોરોનાગ્રસ્ત હેઠળ દર્દીઓ સ્થિર

૫૯

ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ

૦૨

ગુજરાતમાં હજુ સુધી મોત થયા

૦૬

અમદાવાદમાં હજુ સુધી મોત થયા

૦૩

ભાવનગરમાં હજુ સુધી મોત થયા

૦૨

સુરતમાં હજુ સુધી મોત થયા

૦૧

ગુજરાતમાં હજુ સુધી રજા આપી દેવાઇ

૦૭

કોરોનાના સેમ્પલ લેવાયા

૧૨૮૪

કોરોનાના ટેસ્ટ થયા

૧૨૭૫

કુલ પોઝિટિવ આવ્યા

૭૧

નેગેટિવ ટેસ્ટ આવ્યા

૧૨૦૬

સેમ્પલના ટેસ્ટ પરિણામ બાકી

૦૯

(8:37 pm IST)