Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાના કહેર: ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયા : સરકારની માંગી મદદ:વિડિઓ કર્યો શેર

રૂપિયા ખુટી પડતાં જમવા અને મેડિકલ ચેકઅપની સુવિધા આપવાની માગ

અમદાવાદ : કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય જગ્યાઓ પર લોકડાઉનના પગલે લોકો અટવાયાં છે. ત્યારે રાજ્યના ખેડા-આણંદના ત્રણ કપલ ઇન્ડોનેશિયાના બાલીમાં ફસાયાં છે.

 કોરોનાના કહેરને કારણે વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ છે .ત્યારે લોકડાઉનના પગલે ભારતમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ સહિત રેલવે તેમજ ટ્રાન્સપોર્ટેશન પર આવનજાવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરવામાં આવતા રાજ્યના ખેડા-આણંદના ત્રણ કપલ ઇન્ડોનેશિયાના બાલીમાં ફસાયા છે. આ ત્રણ કપલ હનિમુન માટે ગયા હોય હાલ ત્યાંથી કોરોનાના કારણે લોકડાઉનના કારણે ફસાઇ ગયા છે.

   આ ત્રણેય કપલ દ્વારા હવે વીડિયો જાહેર કરીને સરકારને મદદ કરવાની અપીલ કરી છે. આ કપલ દ્વારા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેમની પાસે રૂપિયા ખુટી પડતાં જમવા અને મેડિકલ ચેકઅપની સુવિધા આપવાની માગ કરી છે. ભારત પરત આવવા માટે સરકારને અપીલ કરતો વીડિયો શેર કર્યો છે.

(12:44 pm IST)