Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગુજરાતમાં ૬ના વધારા સાથે કોરોનાના કુલ ૬૯ દર્દીઓ

આજે ભાવનગરમાં ૫ અને અમદાવાદમાં ૧નો ઉમેરોઃ ભાવનગરમાં ૧ સહિત કુલ મૃત્યુ ૬ : ૨ દર્દીઓ વેન્ટીલેટર પરઃ ગામડાઓમાં દોડી આવેલા લોકો વિશે માહિતી ભેગી કરવા તલાટીઓને આદેશ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩૦ :. આજે સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે કુલ ૬૯ કેસો પોઝીટીવ મળ્યા છે. જેમાં ૬ના અવસાન થયા છે. ૨ લોકોને ઘરે મોકલ્યા છે. ૨ વેન્ટીલેટર પર છે. આજે ભાવનગરમાં ૫ અને અમદાવાદમાં ૧ સહિત ૬ ના નવા કેસ ઉમેરાયા છે.

સરકારી કોરોન્ટાઈલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરમાં ૪ કેસો મળ્યા છે. મોટાભાગના સુરતથી આવ્યા છે. ૬૯ કેસોમાં વિદેશથી ટ્રાવેલ

કરીને આવેલા છે તેવા ૩૨ આંતરરાજ્યના ૪ અને લોકલ ૩૩, આ અંગે કોઈપણ માર્ગદર્શન માટે અમદાવાદ ખાતે ડો. સશાંગ પંડયા છે તેમનો ફોન નં. ૦૭૯-૨૨૬૮૮૦૨ ઉપર સંપર્ક કરવાથી યોગ્ય માર્ગદર્શન મળશે.

આ ઉપરાંત થાલીસખીયા માટે અધિક નિયામક છે જેની પાસેથી પણ માર્ગદર્શન મળશે. તેમનો ટોલ ફ્રી નંબર ૭૫૬૭૧૬૬૧૧ છે.

ગુજરાત સરકારે ટેસ્ટીંગ લેબ માટે ભારત સરકાર પાસે માંગણી કરી છે. સરકાર દ્વારા તપાસણી કાર્યક્રમ દરમિયાન ૧૨૮૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૬૯ નેગેટીવ કેસો મળ્યા છે. આ ઉપરાંત તમામ આશાવર્કર બહેનોને તાકીદ કરવામાં આવી છે તમારા વિસ્તારમાં ધ્યાન રાખો અને બહારથી આવતાની વિગતો આપો.

આ ઉપરાંત આજથી સમગ્ર રાજ્યના પંચાયત વિભાગ હસ્તકના તલાટીઓને પણ સૂચના આપવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોની વિગતો મેળવવામાં આવશે. પોરબંદર ખાતે એક દિકરી દુબઈથી આવી તેના મમ્મીને પોઝીટીવ અસર જણાઈ છે.

સરકારી કોરોન્ટાઈનમાં ૭૪૪ હોમ કોરોન્ટાઈન ૧૮૦૦૦ લોકો છે.

ફરીથી નગરજનોને વિનંતી કે ઘરમાં રરહો તો આપણે સામનો કરી શકીશું.

સમગ્ર રાજ્યમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ખૂબ જ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે તે અંગે વિગતવાર માહિતી આપતા ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે આજ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૫ કરોડ, ૬૫ લાખ, ૮૩ હજાર, ૭૭૪ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યુ છે કે ૮૧,૮૧૫ લોકોએ પ્રવાસ કર્યો છે, તે પૈકીના ૬૬,૪૬૭ લોકોએ આંતરરાજ્ય પ્રવાસ અને ૧૫,૩૪૮ લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે. આ સર્વેલન્સમાં ૨૦૯ વ્યકિતઓને અલગ અલગ રોગોના ચિન્હો જણાયા છે જે તમામને સારવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે.

(3:30 pm IST)