Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, ટીયર ગેસ છોડયા બાદ આરએફની ટૂકડીઓ પેટ્રોલીંગમાં જોડાઇ

ખોટી અફવાઓને કારણે શ્રમીકો ઉશ્કેરાયેલાઃ હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છેઃ એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા સાથે અકિલાની વાતચીત : પોલીસ કમિશ્નર-મ્યુનિસિપલ કમિશ્નર અને કલેકટર દ્વારા શ્રમીકો માટે તમામ વ્યવસ્થા થઇઃ કારખાનેદારોને પગાર ન કાપવા-ઓરડીઓઃ ભાડાના વાંકે ખાલી ન કરાવવા કડક તાકીદ આપતું પોલીસ તંત્ર

રાજકોટ, તા., ૩૦: કોરોના વાયરસનો એક માત્ર રામબાણ ઇલાજ ઘરમાંથી બહાર ન નિકળવાનો હોવાનું અર્થાત લોકડાઉનનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિચાર સર્વશ્રેષ્ઠ હોવાનું વિશ્વભરના મહાનુભાવો સ્વીકારી રહયા છે ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાંથી તથા અન્ય રાજયોમાં મજુરી અર્થે ગયેલા લોકો અફવાખોરોની વાતો માની અને કેટલાક માલીકોની બેદરકારીના કારણે તેઓને છુટા કરવા સાથે ભોજનની વ્યવસ્થા ન થવાને કારણે સામુહીક હિજરત જેવા સર્જાતા દ્રશ્યો જોઇને ચોંકી ઉઠેલા સતાવાળાઓ દ્વારા આવા શ્રમીકોને સમજાવવા માટેના પ્રયાસો દરમિયાન પાંડેસરા વિસ્તારમાં કેટલાક શ્રમીકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવા સાથે પોલીસ અધિકારીઓની ગાડીઓ ઉપર પણ પથ્થર ફેંકવાની ઘટનાના પગલે ટીયરગેસના સેલ છોડવામાં આવવા સાથે રેપીડ એકશન ફોર્સની ટુકડીઓ દ્વારા પેટ્રોલીંગ કરાતા પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

(10:59 am IST)