Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજપીપળા કસ્બાવાડની એક મસ્જિદમાં સમૂહમાં નમાઝ પઢતા ૩૪ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ

દેશમાં લોકડાઉન સાથે જિલ્લામાં 144 ની કલમ લાગુ હોવા છતાં 40X60 ના રૂમ માં ૩૪ લોકો એકઠા થઇ નમાઝ પઢતા હતા : પોલીસે ડ્રોન કેમેરો ઉડાવતા મસ્જિદમાં જતા લોકો જણાતા તપાસ કરતા મામલો ખુલ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કોરોના વાઇરસને લઈ હાલ આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે અને જિલ્લામાં 144 ની કલમ લગાવી દેવામાં આવી છે એટલે 4 વ્યક્તિ થી વધારે ભેગા ન થવું, એક મીટરનું સોસીયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે જેથી લોકો એકબીજાના સંક્રમણમાં ના આવે એટલે મંદિર મસ્જિદ,ગુરુદ્વારા સહીત તમામ ધાર્મિક અને જાહેર માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
         નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના થી બહાર ફરતા કે એકઠા થતા લોકો પર વોચ રાખવા ડ્રોન કેમેરા થી તપાસ કરવામાં આવી રહી હતી.જેમાં રાજપીપળા ટાઉન વિસ્તારમાં આવેલ કસ્બાવાડમાં આવેલ મદ્રસાયે ગૌસિયા ફૈઝાનેરઝા માં કેલાક લોકો મસ્જિદમાં જતા ડ્રોન કેમેરામાં જણાતા પોલીસે તપાસ કરી ત્યારે મુસ્લિમ સમાજના લોકો એક રૂમમાં નમાજ પઢતા હતા.આ ધાર્મિક કાર્ય હતું પરંતુ હાલની સ્થિતિમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ભેગા થવું ગુનો બને છે એટલે નર્મદા LCB પીઆઇ એ.એમ.પટેલ,પી.એસ.આઇ સી.એમ ગામીત સહીત પોલીસ સ્ટાફે ૩૪ જેટલા મુસ્લિમ લોકો અને મૌલાના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
        મસ્જિદમાં ગયેલા (1)સુભાનીમીયા કાલુમીયા સૈયદ (2) અદાકતાલી સબબીરહુસૈંન સૌમરા (3) તાહીર નિઝમત મહમદ(4)યુનુસભાઇ અમીરભાઇ કુરેશી (5)મકબુલ અલ્લારખા ખીમર(6) ઈકબાલભાઈ અહેમદભાઈ નકુમ (7)હનિભાઈ નુરભાઈ મયુરી (8) ફીરોજખાને ગુલામ હુસૈન સીમર(9) ઝુબેર ઇટ્યુબખાન પઠાણ (10) સદ્દામ હુસેન ઝાકીર હુસૈન શેખ(11)તૌસીફ પરમાર (ગરાસીયા)(12) મુસ્તાક ઇબ્રાહિમ મલેક(13)દિલાવર અહેમદભાઇ સાહી (14) ફીરોજ સરદારખાન સોલંકી(15)યુસિફ ભાઈ ગુલામનબી રાઠૌડ(16) ઈબ્દઇમ અહમદભાઈ રાઠૌડ (17) મહોમદ સાજીદ ઇસ્માઇલભાઈ (18)  અહમદભાઈ કુરેશી(19) મોહિનખાન સબ્બીરભાઈ સોલંકી (20)ફારૂકભાઇ અયુબ ભાઇ અજમેરી (21) ઈતિયાઝભાઇ ગનીભાઈ મન્સુરી (22) જુનેદભાઇ અશ્રુભભાઈ પઠાણ (23) મહેબુબભાઈ મહોમદભાઈ ગરાસીયા (24)અલતાફહુસૈન સલીમભાઇ કુરેશી (25) જાહિદહુસેન ઉસ્માનભાઈ શોખ (26) ઈરફાનખાન પઠાણ(27) મુસ્તાકકીંગ ગુલાબ ખલીંફા (29)સાજીદ ઇબ્રાહિમ ભટ્ટી (29)અસ્લમ સબીર શોખ (30) મૌહિબ હસન ભાઈ મન્સુરી (31) જલભાઈ શાકભાઇ અજમેર (32) અનવર અહેમદ રાઠૌડ (33) નિઝામ દિલાવર રાઠોડ (34) અપ્પુભાઇ અનવરભાઇ પઠાણ મળી ૩૪ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(8:27 pm IST)