Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

2002ના ગુજરાત રમખાણો પર બનેલ BBC ડોક્યુમેન્ટ્રી પર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટના દ્વારે સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય બગાડે છે, જ્યાં હજારો સામાન્ય નાગરિકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને તારીખોની માંગ કરી રહ્યા છેઃ . કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટમાં પહોંચવા મુદ્દે કાયદા મંત્રીએ આપી પ્રતિક્રિયા આ મુદ્દે કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કર્યું છે આ સુપ્રીમ કોર્ટના સમયનો બગાડ છેઃ કાયદા મંત્રી

ગાંધીનગરઃ 2002ના ગુજરાત રમખાણો પર બનેલ BBC ડોક્યુમેન્ટ્રી પર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં દવારે પહોંચ્યો છે. ત્‍યારે કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું કે તેઓ  સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય બગાડે છે, જ્યાં હજારો સામાન્ય નાગરિકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને તારીખોની માંગ કરી રહ્યા છેઃ

મળતી માહિતી મુજબ BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

જેને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જો કે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ દેશની ઘણી મોટી યુનિવર્સિટીઓમાં કરવામાં આવ્યું છે.

BBC ડોક્યુમેન્ટરી પરનો પ્રતિબંધ હટાવવાની અરજી પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ નિવેદન આપ્યું છે. કિરેન રિજિજુએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અંગે કોઈનું નામ લીધા વિના ટ્વિટ કર્યું કે આ રીતે તેઓ સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય બગાડે છે, જ્યાં હજારો સામાન્ય નાગરિકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને તારીખોની માંગ કરી રહ્યા છે.

 

એડવોકેટ એમ.એલ શર્માએ 2002ના ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી પર સરકારના પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો હતો. ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે 6 ફેબ્રુઆરીએ સુનાવણીની વાત કરી હતી. ડોક્યુમેન્ટ્રીને લઈને એન રામ, પ્રશાંત ભૂષણ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા જેવા લોકોની ટ્વીટને ડિલીટ કરવાનો મુદ્દો પણ કોર્ટમાં સામે આવ્યો છે. ચીફ જસ્ટિસે આ અંગે પણ સુનાવણીની ખાતરી આપી છે.

શું છે સમગ્ર મામલો

ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને બે ભાગમાં બનાવવામાં આવી છે. જેમાં વર્ષ 2002ના ગુજરાત રમખાણો જણાવવામાં આવ્યા છે. આ સાથે BBCની આ ડોક્યુમેન્ટ્રીમાં તે સમયની રાજકીય પરિસ્થિતિની તસવીરો પણ બતાવવામાં આવી છે. આ સાથે પીએમ મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો યુગ પણ દર્શાવવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરીનો પ્રથમ એપિસોડ બ્રિટનમાં 17 જાન્યુઆરીએ પ્રસારિત થયો હતો. જેમાં પીએમ મોદીના પ્રારંભિક રાજકીય જીવનને બતાવવામાં આવ્યું છે.

(10:53 pm IST)