Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બગુમરા ખાતે રહેતા પરિવાર ૪ વર્ષ અગાઉ વરાછા રહેતા ઇસમ પાસેથી ટુકડે ટુકડે રૂ. ૪.૧૦ લાખ લીધાઃ સમયસર વ્‍યાજ આપયુ, વ્‍યાજખોર દ્વારા સતત ધમકી

પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

|બારડોલી: હાલ બગુમરા ખાતે રહેતા પરવારે ચાર વર્ષ અગાઉ સુરતના વરાછા ખાતે રહેતા ઈસમ પાસેથી ટુકડે ટુકડે 4.10 લાખ લીધા હતા જે બાદ સમય સર વ્યાજ આવવા છતાં વર્ષ અગાઉ પરિવારની આર્થિક પરિસ્થિતિ બગડી જતા વ્યાજખોર પરિવારના ઘરે આવી ધમકીઓ આપતા પલસાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે

મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં અને હાલ પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના મકાન નંબર 90 માં રહેતા સુરેખાબેન અશોકભાઇ પાટીલ (48)નાઓ પરિવારમાં બે પુત્રો સાથે રહી છૂટક મજુરી કરી ગુજરાન ચલાવે છે 2017 ના વર્ષમાં તેઓ જ્યારે સુરત ખાતેના વરાછા મરઘા કેન્દ્ર વિસ્તારમાં રહેતા હતા ત્યારે રૂપિયાની જરૂર પડતા તેઓએ પવનકુમાર નારાયણભાઈ સોની પાસેથી ટુકડે ટુડકે 4.10 લાખ રૂપિયા મહિને 3 ટકાના વ્યાજે લીધા હતા જે બાદ તેઓ દર મહિને 12,300 વ્યાજ ચૂકવતા હતા જે બાદ ગત જૂન 2022 માં પરિવારે બગુમરા ખાતે ઘર ખરીદતા તેઓને આર્થિક તંગી પડતા તેઓ વ્યાજ ભરી શક્યા ન હતા જેથી પવનકુમાર અવાર નવાર સુરેખાબેનને ત્યાં આવી પઠાણી ઉઘરાણી કરતો હતો અને ધાકધમકીઓ આપતા સુરેખાબેને પલસાણા પોલીસ મથકમાં પવનકુમાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી પલસાણા પોલીસે ફરિયાદ આધારે પવનકુમારની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે

(10:48 pm IST)