Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મહેસાણા જિલ્‍લાના લાંધણજ પાસે પાલડી ગામના ઐતિહાસિક સ્‍વયંભૂ પીંપળેશ્‍વર મહાદેવ મંદિરને કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત

લાંધાણજના વતની અને મુંબઇમાં પટેલ પરિવાર દ્વારા મંદિર નિર્માણ કરાવ્‍યું

હેસાણાઃ જિલ્લાના લાંઘણજ પાસે સાલડી ગામના ઐતિહાસિક અને ચમત્કારી સ્વયંભૂ પ્રગટ પીંપળેશ્વર મહાદેવ મંદિરને કરોડો રુપિયાના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યું છે. ભવ્ય અને દિવ્ય સ્વયંભૂ પીંપળેશ્વર મહાદેવ મંદિરે 1 ફેબ્રુઆરી 2023થી 05 ફેબ્રુઆરી 2023 સુધી ભવ્યાતિભવ્ય શતકુંડીય હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ તથા પીંપળેશ્વર મહાદેવ પરિવાર દેવતાઓ, ઉમિયા માતાજી અને જગતજનની મા અંબાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે.

ગુજરાતના તિર્થસ્થાન સમાન સ્વયંભૂ પ્રગટ પીંપળેશ્વર મહાદેવ મંદિર ભવ્ય-દિવ્ય બન્યું છે, જે લાખો શ્રધ્ધાળુઓના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે.
 

લાંઘણજ ગામના વતની અને મુંબઈમાં વસતા સ્વ. પુરષોત્તમદાસ જેંગદાસ પટેલ પરિવાર દ્વારા પીંપળેશ્વર દાદાનું ભવ્યાતિભવ્ય મંદિરનુ નિર્માણ માટે કરવામાં આવ્યું છે. સ્વ.પુરષોત્તમદાસ પટેલ પરિવાર મુખ્ય શિવાલયના દાતા છે. પીંપળેશ્વર મંદિરે 1 ફેબ્રુઆરીથી પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે. જે અંતર્ગત પાંચ દિવસ સુધી શતકુંડીય હોમાત્મક અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. ભવ્યાતિભવ્ય મહોત્સવ અંતર્ગત ભવ્ય ડાયરાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં શ્રધ્ધાળુ ભાઈ-બહેનો દ્વારા વિવિધ ઉજાણી કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ સવારે સવા આઠ વાગે મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવશે. રાત્રે ભવ્ય ગરબાનો કાર્યક્રમ યોજાશે. આજ રીતે પાંચ દિવસ સુધી મહાયજ્ઞ અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

 

(9:16 pm IST)