Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજ્યમાં મંગળવારથી બે દિવસ પવન ફૂંકાવાથી ઠંડીનો અનુભવ થશે

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી: સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતા છે.
આગામી 24 કલાકમાં રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. તેમજ મંગળવારથી બે દિવસ પવન ફૂંકાવાથી ઠંડીનો અનુભવ થશે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

(6:36 pm IST)