Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સિરીયલ ‘વાગલે કી દુનિયા'ની બીજી એનિવર્સરી પૂરીઃ પરિવા પ્રણતીની મજેદાર વાતો

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્‍સે જીવનને સ્‍પર્શતો પારિવારિક ડ્રામા વિચાર પ્રેરક અને હૃદયસ્‍પર્શી પણ છે. વાગલે કી દુનિયાએ દર્શકોને સંવેદનશીલતા સાથે સામાજિક મુદ્દાઓ હાથ ધરીને મધ્‍યમ વર્ગીય પરિવારોના સંઘર્ષમાં ઊંડાણથી ડોકિયું કરાવ્‍યું છે.

શો બે વર્ષ પૂરા કરી રહ્યો છે અને વંદના વાગલે (પરિવા પ્રણતી)નું પાત્ર દર્શકોને બહુ વહાલું છે અને સમયાંતરે તેમાં ભરપૂર વળદ્ધિ જોવા મળી છે. પરિવા ટેલિવિઝન પર વંદનાનું પાત્ર અને મજબૂત મહિલાનું પાત્ર પરિવારની ભૂમિકા કઈ રીતે ઉત્‍ક્રાંતિ પામી છે તે વિશે કહે છે.કલાકાર અને તેના વિશે પુછાતાં પરિવા કહે છે, હું હંમેશાં લોકોના જીવન પર પ્રભાવ પાડે અને સમાજમાં હકારાત્‍મકતા લાવે તેવો શો કરવા માગતી હતી પરંતુ વાગલે કી દુનિયા સાથે મને અપેક્ષાથી વધુ મળી ગયું છે.

(4:00 pm IST)