Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ત્રણ ડઝનથી વધુ હીરા વેપારીઓના કરોડોના હીરા સાથે રફુચકકર બનેલ આરોપી સુરેન્‍દ્રનગરથી સુરત પોલીસ સ્‍ટાફે આ રીતે ઝડપ્‍યો હતો

પોલીસ ટીમના હેડ કોન્‍સ્‍ટેબલ સહિત ટીમની નિષ્‍ઠા રંગ લાવીઃ હીરા વેપારીઓને તેમના હીરા પરત મળે તેવા પ્રયાસો કરીશું: અકિલા સમક્ષ પોલીસ કમિશનર અજયકુમાર તોમર રસપ્રદ કથા વર્ણવે છે

રાજકોટ, તા.૩૦:  સુરતના ત્રણ ડઝન જેટલા હીરાના વેપારીઓના કરોડોના હીરા લઈ ફરાર બનેલ હીરા દલાલ સુરેન્‍દ્રનગર ખાતે પોતાના પોલીસ સ્‍ટાફની જહેમત અને ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કેવી રીતે ઝડપાયો તેની રસપ્રદ કથા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે વર્ણવી. કબ્‍જે કરાયેલ મુદ્દામાલ તુરંત કોર્ટમાંથી પરત મળે તેવા ખાત્રી આપવા સાથે લોકોને પણ વિશ્વાસ મુકવો પણ આંધળો વિશ્વાસ ન મુકવા અજય કુમાર તોમર દ્વારા માત્ર સુરત નહિ રાજ્‍ય ભરના વ્‍યપરિઓને શીખ આપી છે.             

પોલીસ દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ મળતા સાથે જ નિયમ મુજબ અન્‍ય અઘિકારીઓ સાથે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને જાણ થતાં જ આ બાબતે રણ નીતિ ઘડી કાઢવામાં આવેલ,આરોપી પોતાની સાળીને મોબાઈલ આપી સીમ કાર્ડ વિગેરેનો નાશ કરવા સૂચના આપી રફુ ચકકર બની ગયેલ.                                

દરમિયાન આરોપી મહાવીર અગ્રાવત સુરેન્‍દ્રનગર હોવાની બાતમી પોલીસ ટીમને મળતા તુરંત નવો રસ્‍તો   ગોતી કાઢવામાં આવ્‍યો હતો.

આ દરમ્‍યાન અગાઉ વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.હે.કો. બળદેવ  અંબારામ પણ તેના વતન સુરેન્‍દ્રનગર ખાતે રજા ઉપર હોય તેને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી તેણે આરોપીના સગાને ત્‍યાં ખાનગી રહે તપાસ કરી હતી અને વ્‍યકિત બહારથી આવેલો હોવાનું માલુમ પડયું હતું. આરોપી ફરાર થઈ ન થાય તે માટે આખીરાત ઘરની સામે વોચ પણ રાખી હતી. દરમ્‍યાન વરાછા પોલીસની ટીમ ત્‍યાં પહોંચી હતી. આરોપી મહાવીર ઉર્ફે મુસાભાઈ ઈશ્વરદાસ અગ્રાવતને ઊંઘતો ઝડપી પાડયો હતો. પોલીસે ત્‍યાં તપાસ કરતા તમામ હીરાઓ તેની સાથે ત્‍યાં થેલામાં જ મળી આવ્‍યા હતા. પોલીસની ટીમ તેને ત્‍યાંથી અટક કરી સુરત લઈ આવી હતી.

બળદેવ અંબરામના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવા છતાં તેવો દ્વારા આખીરાત આરોપીના સંબંધીના સુરેન્‍દ્રનગરના  મકાન પર આખી રાત વોચ ગોઠવી હતી.

(12:55 pm IST)