Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શ્રી સ્‍વામિનારાયણ ગોકુલધામ નારના આંગણે પંચોબ્‍દી મહોત્‍સવ

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ પ્રાપ્ત થશેઃ પ૧ દિકરીઓના સમુહલગ્નઃ ૧૧૧ બ્રાહ્મણ બટુકોને સમુહ યજ્ઞોપવિત અપાશેઃ પ૧ સંહિતા પારાયણ-શ્રીમદ ભાગવત દશમ સ્‍કંધ કથાનું શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાના વ્‍યાસાસને આયોજન

રાજકોટ તા. ૩૦ :.. આણંદ જીલ્લાનાં પેટલાદ તાલુકાનાં નારમાં આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગોકુલધામ ખાતે શ્રીજી ઐશ્વર્યધામ પંચાવિદ મહોત્‍સવનું તા. ૧ થી પ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્‍યું છે.

મુકિતદાતા અને શુધ્‍ધએકાંતિક ભકિતના પ્રવર્તક ‘શ્રીહરિ' અને નૈષ્‍ટિકવ્રતભારી નંદસંતોના પવિત્ર ચરણાર્વિદથી પાવન થયેલી નાર ગામની ભૂમિમાં ભગવાન સ્‍વામીનારાયણની અનંત કૃપાથી ‘ગોકુલધામ' મધ્‍યે નિર્માણ પામેલ દર્શનીય શ્રીજી ઐશ્વર્યધામમાં રાજરાજેશ્વર ભગવાન શ્રી સ્‍વામીનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રિ મદનમોહનજી મહારાજ, લોકપૂજયશ્રી ગણેશજી મહારાજ, ભકતવત્‍સલ શ્રી હનુમાનજી મહારાજ દિવ્‍યસ્‍વરૂપે બિરાજમાન છે કૃપાવંત એવા સર્વદેવોનો ‘પંચમ પાટોત્‍સવ' ભવ્‍યાંતિભવ્‍ય રીતે સંવત ર૦૭૯ મહાસુદ-૧૧ તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ થી ૦પ ફેબ્રુઆરી-ર૦ર૩ રવિવારને મહાસુદ-૧પ સુધી ઉજવવાનું નિરધાર્યુ છે. જેના પવિત્ર પ્રસંગે અભિષેક પૂજા - અન્નકુટ મહોત્‍સવ સાથે ર૧-મો સમુહ લગ્નોત્‍સવ તથા છેલ્લા પાંચ વર્ષથી ૧૭ ગામોમાં ચાલતા ‘હોસ્‍પિટલ એટ યોર ડોર' પ્રોજેકટને વિસ્‍તારતા નવા ૧પ ગામોમાં નૂતન એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા આરોગ્‍ય સેવાનું લોકાર્પણ થનાર છે. એવં રપ વિધવાત્‍યકતા બહેનોને સ્‍વનિર્ભરતા સહાય માટે સિલાઇ મશીન ભેટ કરવામાં આવનાર છે. રપપ દિવ્‍યાંગનોને હાઇ-ટેક પ્રોસ્‍થેટીક લીમ્‍સ વિતરણ કરવામાં આવનાર છે.

ગોકુલધામ નાર દ્વારા છેલ્‍લા ર૦ સમુહ લગ્ન દ્વારા ૪૦૮ યુગલોને જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના ‘લગ્નમંગલ' નો લ્‍હાવો આપી ‘ધન્‍યો ગૃહસ્‍થાશ્રમઃ' નું સૂત્ર સાર્થક કરવામાં આવ્‍યું છે. આ વર્ષે ર૦ર૩ માં પ૧ દિકરીઓને  કન્‍યાદાન દ્વારા ‘લગ્નપરિણય'નો સંગાથ માણવા મળશે તથા ૧૧૧ બ્રાહ્મણ  બટુકોને સમુહ યજ્ઞો પવિત સંસ્‍કાર થશે અને પ૧ સંહિતા પારાયણ તથા શ્રીમદ્‌્‌ ભાગવત દશમ સ્‍કંધકથાનું આયોજન રાખેલ છે. જેના વકતાપદે શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા બિરાજી કથાનું રસપાન કરાવશે. તેમજ રાત્રિ કાર્યક્રમો તથા એન્‍યુઅલ ડે દ્વારા મહોત્‍સવની શોભામાં અભિવૃધ્‍ધિ થનાર છે.

આ ઉત્‍સવને ચિરસ્‍મરણીય બનાવવા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને અમીદ્રષ્‍ટી સૌને પ્રાપ્ત થશે. તથા અ. નિ. રામકૃષ્‍ણદાસજી સ્‍વામી, ગુરૂવર્ય પ.પૂ. પુરાણી કૃષ્‍ણપ્રિયદાસજી સ્‍વામી, મૌનના પરમ ઉપાસક તપોમૂર્તિ મોહનપ્રસાદદાસજી સ્‍વામીની અખંડ પ્રેરણા અને પ્રભાવનું બળ પ્રાપ્ત થતું રહ્યું છે.

શ્રીજી મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે સર્વહિતાય - સર્વ મંગલાય પ્રવૃતિઓને વેગ આપવા દાતાશ્રીઓએ અપ્રતિમ અને અનન્‍ય સહકાર આપ્‍યો છે. આ મંગલમય અવસરે આપ સૌ તથા મિત્ર-મંડળ પરિવાર સહિત પધારી ધામોધામથી પધારેલા સંતોના દર્શન-આશીર્વાદનો લાભ લેશે તેમ સાધુ શુકદેવપ્રસાદદાસ, સાધુ હરિકેશવદાસ સ્‍વામીનારાયણ ગોકુલધામ પરિવારએ જણાવ્‍યું છે.

મહોત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયનાં સંતો મોટી સંખ્‍યામાં હાજરી આપશે અને આર્શિવચન પાઠવશે.

આ મહોત્‍સવ માટે મોટી સંખ્‍યામાં દાતાઓનો ખૂબજ સહયોગ પ્રાપ્ત થયો છ. અને દરરોજ મોટી સંખ્‍યામાં હરિભકતો ઉમટી પડશે.

આ મહોત્‍સવમાં મારૂતિ યજ્ઞ તા.પ/૧/ર૦ર૩ થી પ/ર/ર૦ર૩ પ્રારંભ તા. ૧/ર/ર૦ર૩ બુધવાર, મહા સુદ-૧૧, પુર્ણાહુતિ તા.પ/ર/ર૦ર૩ રવિવાર, મહા સુદ ૧પ, પુનમાં કથા સમય સવારે ૮-૩૦ થી ૧ર બપોરે ૩-૩૦ થી ૬-૩૦ રહેશે .

પ્રથમ દિવસ તા.૧/ર/ર૦ર૩, બુધવાર, ના રોજ પોથીયાત્રા સવારે ૮-૩૦ કલાકે શ્રી ખોડીયાર માતાજી મંદિરથી હાઇવે પરથી મુખ્‍યગેટ મુખ્‍ય પ્રવેશ ઉદ્દઘાટન રાષ્‍ટ્રવંદના સવારે ૯-૩૦ કલાકે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ(સમુહ આરતી) સાંજે ૬ કલાકે  દ્વિતીય દિવસ ર/ર/ર૦ર૩ ગુરૂવાર, મહા સુદ-૧ર ના રોજ શ્રી સરસ્‍વતી મંદિર, સ્‍કુલ તથા લાઇબ્રેરી ઉદ્દઘાટન બપોરે૧ર કલાકે ઠાકોરજી સમક્ષ હાટડી સાંજે પ કલાકે શાકોત્‍સવ સાંજે ૬-૩૦ કલાકે યોજાશે.

જયારે તૃતીય દિવસ તા.૩/ર/ર૦ર૩ શુક્‍વાર ના રોજ ઓડીટોરીયમ ઉદ્દઘાટન, સવારે ૮-૩૦ કલાકે સર્વરોગ નિદાન કેમ્‍પ ઉદ્દઘાટન તા.૩ થી પ ફેબ્રુઆરી ર૦ર૩ સવારે૯-૩૦ કલાકે હોસ્‍પીટલ એટ યોર ડોર લોકાર્પણ બપોરે ૧ર-૩૦ કલાકે ચતુર્થ દિવસ તા.૪/ર/ર૦ર૩, શનિવારના રોજ બ્‍લ્‍ડ ડોનેશન કેમ્‍પ તા.૪ થી પ ફેબ્રુઆરી ર૦ર૩ ૧૧ બટુકોને યજ્ઞોપવિત સંસ્‍કાર સવારે ૭-૩૦ કલાકે સિલાઇ મશીન વિતરણ બપોરે૧ કલાકે જળયાત્રા સાંજે પ-૩૦ કલાકે શ્રી ખોડીયાર માતાજી મંદિર શ્રી ગૌશાળા ગેટ શ્રીજી  ગૌશાળાધામ થશે પંચમ દિવસ તા.પ/ર/ર૦ર૧ રવિવારના રોજ પાટોત્‍સવ / અભિષેક સવારે ૬-૩૦ કલાકે અન્નકુટોત્‍સવ સાવરે૧૦ કલાકે પ૧ દિવ્‍યાંગ યુગલોના સમુહ લગ્નોત્‍સવ હાઇ-ટેક પ્રોસ્‍થેટીક લિમ્‍સ, વિતરણ કરાશે.

રાત્રી કાર્યક્રમ દરરોજ રાત્રે ૮ કલાકે યોજાશે જેમાં એન્‍યુબલ ડે ગોકુલધામના વિદ્યાર્થીઓ દ્વારા તા.ર/ર/ર૦ર૩ રાસોત્‍સવ જૈમીશ ભગત-સુરત તા.૩/ર/ર૦ર૩  હાસ્‍યરસ ધીરૂભાઇ સરવૈયા (સુપ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર તા.૪/ર/ર૦ર૩ રજુકરશે.

(10:52 am IST)