Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

૩૦ મી જાન્યુઆરી શહીદ દિને બે મિનિટનું મૌન પાડી શહીદોને અપાશે શ્રધાંજલિ

સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે: નર્મદા જિલ્લામાં પણ સવારે ૧૧=૦૦ કલાકે બે મિનીટનું મૌન પાળી શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પવા જાહેર અપીલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૩ને સોમવારના રોજ શહીદ દિને સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને સવારે ૧૧=૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે

 નર્મદા જિલ્લામાં પણ તા.૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા અને શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને બે મિનિટ પૂરતી બંધ રાખી મૌન પાળી શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

(11:45 pm IST)